April 18, 2024

OTT પર આવી ગઈ છે ‘શૈતાન’ ફિલ્મ

અમદાવાદ: અજય દેવગનની ‘શૈતાન’ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. 8 માર્ચના દિવસે આ ફિલ્મ લોન્ચ થઈ હતી. આ ફિલ્મના આટલા દિવસો જતા રહ્યા એમ છતાં લોકો આ ફિલ્મ જોવા માટે સિનેમાં ઘરમાં પડાપડી કરી રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મ OTT પર આવી રહી છે. જાણો ફિલ્મ ક્યારે અને ક્યાં જોવી?

સિનેમાઘરોમાં રિલીઝ થઈ
બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને આર. માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 8મી માર્ચના રિલીઝ થઈ હતી. જે આ વર્ષની સૌથી હિટ ફિલ્માંથી એક ગણવામાં આવી રહી છે. જો તમે પણ આ ફિલ્મને જોઈ નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે આ ફિલ્મ જોવા માટે તમારે થિયેટરમાં જવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેસીને પણ આ ફિલ્મનો આનંદ લઈ શકશો. કારણ કે તમે થોડા જ દિવસમાં આ ફિલ્મને OTT પર જોઈ શકશો

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેટની વાંધાજનક પોસ્ટ પર કંગનાએ લીધો બદલો, જાણો સમગ્ર મામલો

શૈતાન’ ટૂંક સમયમાં
એક માહિતી અનુસાર આ ફિલ્મ રિલીઝ થયાના લગભગ બે મહિના પછી પણ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર હવે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. જોકે આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે કર્યું છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 138.77 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.