January 24, 2025

આવતા અઠવાડિયે આવી રહ્યા છે આ ધમાકેદાર IPO, જોઈ લો લિસ્ટ

IPO Market: આવનારા અઠવાડિયામાં પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો ઘણા જ વ્યસ્ત રહેવાના છે. આ અઠવાડિયે 7 IPO આવવા જઈ રહ્યા છે. જેમાંથી બે આઈપીઓ મેનબોર્ડના રહેશે, જ્યારે બાકીના આઈપીઓ એમએસએમઈ ઈસ્યૂ કરશે. મેનબોર્ડ આઈપીઓમાં પોપ્યુલર વ્હીકલ્સ અને ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડ સામિલ છે. તો MSMEના IPOમાં પહેલા EPC, સિગ્નોરિયા ક્રિએશન રોયલ સેન્સ અને AVP ઈન્ફ્રાકોન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજારમાં 8 નવી કંપનીઓ ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ કંપનીઓ કરશે ડેબ્યૂ
RK સ્વામી લિમિટેડના શેર 12 માર્ચે લિસ્ટ થશે, જ્યારે VR Infraspace એ જ દિવસે NSE ઇમર્જ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. એ જ રીતે સોના મશીનરીના શેર 13 માર્ચે NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. તો JB કેમિકલ્સ પ્રથમ વખત મેઇનબોર્ડ પર લિસ્ટ થશે. શ્રી કરણી ફેબકોમ અને કૌર્ના ફાઈન ડાયમંડ 14 માર્ચે SME સેગમેન્ટમાં લિસ્ટ થશે, જ્યારે ગોપાલ સ્નેક્સ તે જ દિવસે મેઈનબોર્ડ પર ડેબ્યૂ કરશે. પુણે ઇ-સ્ટોક બ્રોકિંગ 15 માર્ચે SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

આ કંપનીઓનો આવી રહ્યો છે IPO

  • પોપ્યુલર વ્હીકલ્સ અન્ડ સર્વિસ: કંપનીના પબ્લિક ઈશ્યુ 12 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 14 માર્ચે બંધ થશે. કંપનીએ તેની પ્રથમ જાહેર ઓફર માટે રૂ. 280-295ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની અંદાજે રૂ. 602 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 250 કરોડનો તાજો ફ્રેશ ઇશ્યૂ અને બાકીના OFSનો સમાવેશ થાય છે.
  • ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડ: કંપનીનો IPO 14 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 માર્ચે બંધ થશે. IPOમાં રૂ. 175 કરોડના નવા ઇશ્યૂ અને રૂ. 10ની ફેસ વેલ્યુના 1,750,000 શેરના OFSનો સમાવેશ થાય છે.
  • પ્રથમ EPC: કંપનીનો IPO 11 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 13 માર્ચે બંધ થશે. કંપનીએ આ માટે 71-75 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
  • રોયલ સેન્સઃ કંપનીનો IPO 11 માર્ચે ખુલશે અને 13 માર્ચે બંધ થશે. રોયલ સેન્સની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 68 નક્કી કરવામાં આવી છે. ન્યૂનતમ માર્કેટ લોટ 1,36,000 શેર છે. જેની અરજી રકમ રૂ.2000 શેર છે,
  • સિગ્નોરિયા ક્રિએશન: કંપનીનો IPO 12 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 14 માર્ચે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 61-65 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ન્યૂનતમ માર્કેટ લોટ રૂ. 1,30,000 ની અરજી રકમ સાથે 2000 શેર છે.