May 2, 2024

Cyber Crime: આલિયા ભટ્ટ સાથે કામ કરનાર કલાકાર બન્યો સાયબર ફ્રોડનો શિકાર

Cyber Crime: ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કામ કરી ચૂકેલા એક્ટર શાંતનુ મહેશ્વરીએ પોતાના રોલથી ઘણી ચર્ચા મેળવી હતી. હવે ફરી એક વાર તેનું નામ ચર્ચામાં આવ્યું છે. પરંતુ આ વખતે તેમનું નામ સાયબર ફ્રોડમાં સામે આવ્યું છે. મડિયા અહેવાલોમાંથી મળતી માહિતી અનુસાર શાંતનુ મહેશ્વરીના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ છે. ત્યારે જાણો કેવી રીતે તેમની સાથે થયો આ સાયબર ફ્રોડ.

છેતરવાના અનેક પ્રકાર
સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે અલગ-અલગ રીતો અપનાવી રહ્યા છે. ત્યારે હવે શાંતનુ મહેશ્વરી સાયબર ફ્રોડના આવા જ કેસનો શિકાર બન્યા છે. આ સાયબર ફ્રોડમાં તેના ક્રેડિટ કાર્ડમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને તેમને આ વાતની જાણ પણ ના હતી. પરંતુ તેઓને ત્યારે ખબર પડી કે જયારે કાર્ડનો ઉપયોગ કરવા સમયે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું ના હતું. જેના કારણે તેણે તપાસ કરતા ખબર પડી કે ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 5 લાખની સાયબર છેતરપિંડી થઈ છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

અભિનેતાએ આ વિશે આપી માહિતી
અભિનેતાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે મને કોઈ OTP આપવામાં આવ્યો ન હતો. તેણે ન તો કોઈની સાથે OTP શેર કર્યો અને ન તો કોઈ વિગતો આપી. તેણે કહ્યું કે આ માત્ર મારા માટે જ ખતરનાક નથી, પરંતુ અન્ય લોકો પણ આવી સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. તેને જાણ થતાની સાથે બેન્કનો સંપર્ક કર્યો હતો. શાંતનુ મહેશ્વરી પોતાની કારકિર્દીમાં જાણીતા અભિનેતાની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. અભિનેતાએ 2011માં ટીવી શો ‘દિલ દોસ્તી ડાન્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ‘ખતરો કે ખિલાડી 8’, ‘ઝલક દિખલા જા 9’ અને ‘નચ બલિયે 9’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી ચૂક્યો છે. લાસ્ટમાં ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાચો: Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?

સાયબર ફ્રોડ થયા પછી શું કરવું ?
1.તમારાં બેંક કાર્ડસ ડિસેબલ કરવાં
2.બેંકનો સંપર્ક કરવો
3.ભારત સરકારના નેશનલ પોર્ટલ પર ફરિયાદ કરવી
4. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન કે પોલીસનો સંપર્ક કરવો