October 8, 2024

OnePlus 12Rનો સેલ આજથી, ધમાકેદાર ઓફર

OnePlus: થોડા સમય પહેલા ફ્લેગશિપ ફીચર્સ સાથે લૉન્ચ થયેલા આ OnePlus ફોનનું Amazon પર આજે સેલ થવાનો છે. આ ફોનની સાથે કંપની ગ્રાહકોને 4,999 રૂપિયાની કિંમતના ઈયરબડ પણ ફ્રીમાં આપી રહી છે. આ ફોનનું વેચાણ પનીની સત્તાવાર વેબસાઇટ અને ઈ-કોમર્સ સાઇટ Amazon પર બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

શાનદાર ઓફર
OnePlus 12R ની સાથે, કંપની દ્વારા એક શાનદાર ઓફર પણ આપવામાં આવી રહી છે. જે લોકો આ ફોનની ખરીદી કરે છે તેમની સત્તાવાર વેબસાઇટ પર તેમને ફોન સાથે 4,999 રૂપિયાની કિંમતનો OnePlus Buds Z2 ફ્રી આપવામાં આવશે. વેચાણ શરૂ થાય તે પહેલા તમને આ ઉપકરણમાં કયા કયા ફીચર્સ આપવામાં આવ્યા તે જાણીએ. આ નવીનતમ OnePlus મોબાઇલ ફોનમાં બે વેરિઅન્ટ છે. જેમાં 128 GB સ્ટોરેજ સાથે 8 GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે 16 GB RAM. 8 જીબી વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા અને 16 જીબી વેરિઅન્ટની કિંમત 45,999 રૂપિયા છે. તમને આ ફોન અત્યારે બે રંગમાં મળશે. જેમાં વાદળી અને આયર્ન ગ્રે કલરમાં મળશે. તો બીજી બાજૂ તમને આ ફોન ઓફરમાં પણ મળશે. ICICI બેંક અને OneCard તરફથી બિલ પેમેન્ટ પર 1,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટનો લાભ તમને મળી શકશે, આ ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે 6 મહિનાના વ્યાજમુક્ત EMIનો પણ લાભ છે.

આ પણ વાચો: Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?

આ છે ફીચર્સ
ફોનમાં 6.7-ઇંચની AMOLED સ્ક્રીન છે જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ આપે છે. પ્રોસેસરની વાત કરવામાં આવે તો સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ હેન્ડસેટમાં કરવામાં આવ્યો છે. રીઅર કેમેરા: ફોનના પાછળના ભાગમાં 50MP પ્રાથમિક Sony IMX890 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, સાથે 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા સેન્સર છે. સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો સેલ્ફી પ્રેમીઓ માટે ફોનના આગળના ભાગમાં 16MP કેમેરા સેન્સર ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

Apple Aiના એંધાણ
એક મિટિંગ દરમિયાન કંપનીના બોસે આ વર્ષના અંતમાં Apple Aiની જાહેરાત કરવાનો સંકેત આપ્યો તે પરથી અંદાજો લગાવી શકાય કે iOS 18 સાથે AI ફીચર લાવી શકે છે. તમને જણાવી દઈએ કે તેને WWDCમાં જૂનમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે iOS 18 તેના અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સમાંનું એક હશે જે પની AIને સમગ્ર સિસ્ટમમાં એકીકૃત કરવામાં મદદ કરશે.