May 3, 2024

ભીડ છે, મુશ્કેલી છે, પણ… આસ્થાની આ તસવીરો થઇ જશો લાગણીશીલ

જે ધાર્યું હતું તે થયું… પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તોનો પુર આવ્યો હતો. બીજી બાજુ વ્યવસ્થાની પણ પોલ ખુલી ગઇ હતી. મંદિરમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બધા ચિંતિત દેખાતા હતા. કોઈ આંખમાં આંસુ હતા, તો કોઇક બેરિકેડમાંથી નીકળી ગયા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા રામ નગરીમાં પગ મૂકવાની જગ્યા નથી. રામ મંદિર ભક્તોથી ખીચોખીચ ભરેલું છે. મંગળવારે સવારે 3 વાગ્યાથી મંદિરમાં ભક્તોની લાઇનો લાગી હતી. જેમાં સંતો-મુનિઓની સાથે મહિલાઓ અને બાળકો પણ જોવા મળ્યા હતા. મંદિરની અંદર જેટલા લોકો છે તેનાથી બમણા લોકો બહાર લાઇનમાં રાહ જોઇ રહ્યાં છે. ભીડ છે, તકલીફ પડે છે, પણ લોકોમાં રામલલાની એક ઝલક જોવાની ઈચ્છા પણ છે.

ભક્તોની ભાવુક તસવીર
અયોધ્યાથી આવેલી આસ્થાની તમામ તસવીરોએ ભાવુક બનાવી દેશે. રામ મંદિરમાં આટલી અભૂતપૂર્વ ભીડ ક્યારેય જોવા મળી નથી. જે વ્યવસ્થા ગઈકાલ સુધી શાનદાર દેખાતી હતી તે અચાનક પડી ભાંગી હતી. સ્થિતિ એટલી બેકાબુ હતી કે એટીએસ કમાન્ડોને પણ મંદિરની અંદર મોકલવા પડ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અવ્યવ્સ્થા પર નારાજગી વ્યક્ત કરી હતી.

ભક્તોનો મેળાવડો નિશ્ચિત હતો
પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરમાં ભીડ એકઠી થવાની ખાતરી તો હતી જ. ભગવાનના દર્શન કરવા માટે રામ ભક્તોની ભીડ પૂરા ઉત્સાહ સાથે આવી પહોંચી હતી. ઘણા લોકો પોતાનો સામાન લઈને રામનગરી પહોંચી ગયા છે. ભીડના કારણે અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે તો પણ ભક્તોમાં રામના દર્શન કરવાનો ઉત્સાહ હજુ પણ છે. જેમાં બાળકો, વૃદ્ધો, ઋષિઓ અને સ્ત્રીઓ બધા આ ભીડનો ભાગ છે. નોંધનીય છે કે 22 જાન્યુઆરીને સોમવારે પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ તેઓ મંદિરમાં પૂજા કરવા માટે પણ અયોધ્યા રોકાયા હતા. હાલમાં બહારના લોકો સાથે સ્થાનિક લોકો પણ મંદિરે પહોંચ્યા તો મુશ્કેલી વધી ગઈ છે.

ધીરજ રાખવાની અપીલ
મંદિરની કેટલીક જગ્યાએ મહિલાઓ બેરિકેડમાંથી બહાર આવતી જોવા મળી હતી. જેના ઘણા કારણો હતા. કલાકો સુધી લાઇમાં ઊભા રહીને કોઈનું બાળક ખોવાઈ ગયું તો કોઈની રાહ જોવાની ધીરજ ખૂટી ગઈ હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચશે તે પહેલાથી જ જાણવા મળ્યુ હતું છતાં અપેક્ષા મુજબની વ્યવસ્થા નહોતી કરવામાં આવી.

આ પણ વાંચો : અયોધ્યા જતી તમામ રોડવેઝની બસો રોકી દેવાઈ, ભારે ભીડને લઈને UP રોડવેઝના MDએ લીધો નિર્ણય

બાળકો પણ દર્શન માટે આવ્યા
અયોધ્યા ખાતે રામ મંદિર ખાતે ભક્તોમાં બાળકો પણ સામેલ હતા. તે રામની ભક્તિમાં બાળકો પણ તલ્લીન જોવા મળ્યા હતા. જોકે આટલી ભીડ જોઈને તે પણ ગભરાઈ ગયા હતા. મંદિર પરિસરમાં ઘણા બાળકો તો ચીસો પાડતા અને રડતા જોવા મળ્યા હતા. સુરક્ષા જવાનોએ બાળકો અને મહિલાઓ પર તેમનું ધ્યાન જાળવી રાખ્યું હતું. તેમ છતાં ખામીઓ સ્પષ્ટ દેખાતી હતી.