May 9, 2024

વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસ

અમદાવાદ: ટેકનોલોજીમાં સતત વધારો થઈ રહ્યો છે. AI વિશ્વ લેવલે ચર્ચામાં આવ્યું છે. એક બાદ એક દરેક ક્ષેત્રે AIને સ્થાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસ આવી ગઈ છે.

ડેમો આપવામાં આવ્યો
એરલાઈન્સ ક્ષેત્રે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જેની શરૂઆત કતાર એરવેઝે કરી છે. કંપની દ્વારા વિશ્વની પ્રથમ ડિજિટલ માનવ કેબિન ક્રૂ રજૂ કરવામાં આવી છે. જેનું નામ સમા રાખવામાં આવ્યું છે. કતાર એરવેઝે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એર હોસ્ટેસનો ડેમો આપવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે કેવી રીતે આ AI એર હોસ્ટેસ કામ કરશે. જોકે મહત્વની વાત એ છે કે આ કેબિન ક્રૂ હ્યુમન એર હોસ્ટેસની જગ્યા લેશે નહીં તેને અલગથી વધારાની સુવિધા તરીકે રાખવામાં આવશે.

પ્રોત્સાહન મળશે
કતાર એરવેઝે ડિજિટલ હ્યુમન કેબિન ક્રૂ લોન્ચ કરીને મુસાફરોના અનુભવને સુધારવા માટે AI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વિશ્વના દરેક દેશને પ્રોત્સાહન મળી રહેશે. સમાને દોહામાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. સતત તે નવી નવી વસ્તુઓ શીખી રહી છે. કંપની આ પ્રોજેક્ટ પર સતત કામ કરી રહી છે. તેને FAQ ને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક પ્રકારે હાલ સમાને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કોરોના મહામારી બાદ કતાર એરવેઝ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કતાર એરવેઝના પ્રવક્તાનું કહેવું છે કે મુસાફરો હવે બુકિંગ વખતે ગુણવત્તા અને કિંમત પર ઘણું ધ્યાન આપી રહ્યા છે. આ ફેરફારના કારણે એરલાઇન્સને ફાયદો છે.