February 23, 2025

શરદ પવાર જૂથનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટીના નામ મુદ્દે SCએ આપ્યો આદેશ

Sharad Pawar Vs Ajit Pawar: સુપ્રીમ કોર્ટે મંગળવારે (19 માર્ચ, 2024) શરદ પવારને મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે શરદ પવાર જૂથને લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના નામ ‘રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર’ અને પાર્ટીના પ્રતીક ‘મેન બ્લોઇંગ ટ્રમ્પેટ’ (ટ્રમ્પેટ વગાડતો વ્યક્તિ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે ચૂંટણી પંચને ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર’ના ચૂંટણી ચિન્હ ‘મેન બ્લોઇંગ ટ્રમ્પેટ’ને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે માન્યતા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બીજી બાજુ કમિશને આદેશ પણ આપ્યો કે ‘મેન બ્લોઇંગ ટ્રમ્પેટ’  પ્રતીક કોઈને પણ ફાળવવામાં ન આવે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે અજિત પવાર જૂથે અત્યારે NCPના ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’નો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેમણે જાહેર નોટિસ જારી કરીને કહેવુ જોઇએ કે ‘ઘડી’ ચિહ્ન વિચારણા હેઠળ છે. તેનો ઉપયોગ હાલમાં ન્યાયિક નિર્ણયને આધીન છે.

અજિત પવાર જૂથને શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને કહ્યું કે તે ચૂંટણી સંબંધિત તમામ જાહેરાતોમાં ‘ઘડિયાળ’ પક્ષનું પ્રતીક વિચારણા હેઠળ છે તે જાહેર કરે. તાજેતરમાં, ચૂંટણી પંચે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP તરીકે માન્યતા આપી હતી અને તેમને પક્ષનું પ્રતીક ‘ઘડિયાળ’ ફાળવવામાં આવ્યું હતું.

અજિત પવારે બળવો કર્યો હતો
નોંધનીય છે કે અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો, ત્યારબાદ તેઓ સીએમ એકનાથ શિંદેની ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકારમાં જોડાયા અને પોતે ડેપ્યુટી સીએમ બન્યા હતા. આ પછી બંને જૂથો (શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ)એ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર દાવો કર્યો અને કહ્યું કે તે વાસ્તવિક NCP છે.