November 22, 2024

હિન્દુસ્તાનમાં મુસ્લિમ પરિવારની મહેક, હિંદુ ‘મિત્રનો અંતિમ ઘડી સુધી આપ્યો સાથ

કેરળ: “સાત સંદૂકો મેં ભર કર દફન કર દો નફરતે, આજ ઇન્સાન કો મહોબ્બત કી જરૂરત હૈ બહુત…” બશીર બદ્રની આ પંક્તિઓ કેરળની આ વાતમાં એકદમ ફિટ થાય છે. કહેવાય છે કે મોત જયારે આવે છે ત્યારે જે પાસે હોય તેજ પોતાનું. આ વાત ત્યારે સાચી પડી જયારે વિશ્વમાં કોરોનાએ આંતક ફેલાવ્યો હતો. પોતાના જ પારકા બની ગયા હતા. પરંતુ એવા બનાવો પણ જોવા મળ્યા કે જેમાં જેતે વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા ના હોવા છતાં લાચાર લોકોની મદદે આવતા લોકો પણ જોવા મળ્યા હતા. ત્યારે એવો જ કિસ્સો કેરળમાં જોવા મળ્યો છે.

માતા-પિતા ગુમાવ્યા
રાજન પલક્કડનો વતની હતો. તેણે નાની ઉંમરમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. મલપ્પુરમના સામાજિક કાર્યકર અને સ્થાનિક કોંગ્રેસી નેતા મોહમ્મદ પુથાનાથનીમાં ભોજનશાળામાં ખાવા માટે રોકાયા હતા. આ સમય દરમિયાન તેણે ભૂખથી તરફડી રહેલા યુવાનને જોયો હતો. જોતાની સાથે જ તેણે રાજનને પૈસાની ઓફર કરી હતી. રાજન રસ્તા પર ચાલવા લાગ્યો, ત્યારે મુહમ્મદ તેની પાછળ ગયો અને તેને નન્નામુક્કુમાં તેના ઘરે લઈ ગયો.

ઘરે પાછા મોકલવાનો વિચાર
રાજને મુહમ્મદના કન્નમચથુ વાલપ્પિલના ઘરમાં નવું જીવન શરૂ કર્યું. મુહમ્મદને છ પુત્રીઓ અને એક પુત્ર હતો. મુહમ્મદે રાજનને થોડા દિવસો પછી ઘરે પાછા મોકલવાનો વિચાર કર્યો હતો. પરંતુ સમસ્યા એ હતી કે તેની સંભાળ રાખવા માટે કોઈ નજીકના સંબંધીઓ હતા નહીં. જેના કારણે તેને પોતાના જ પરિવારનો સભ્ય બનાવી દીધો હતો.

હિન્દુ મુસ્લિમની દોસ્તી અમર રહો
નારાનીપુઝાએ એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે જેની કેરળમાં તમામ જગ્યા પર ચર્ચા થઈ રહી છે. નારાનીપુઝા રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવે છે, આમ છતા તેણે એક હિન્દુ વ્યક્તિને પોતાના પરિવારમાં સમાવેશ કર્યો હતો. રાજન તેમના ઘરે 39 વર્ષ રહ્યા હતા. 62 વર્ષની વયે મંગળવારે તેમનું અવસાન થયું ત્યારે એલિમોન નારાનીપુઝાએ હિંદુ વિધિ પ્રમાણે રાજનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

લોકો આશ્રમ મોકલવાની સલાહ આપતા
રાજને મારા પરિવારમાં સામેલ કર્યા બાદના આઠ વર્ષ પછી મુહમ્મદનું 65 વર્ષની વયે અવસાન થયું હતું. એલિમોને કહ્યું, “જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે લોકોએ મને રાજનને આશ્રમમાં મોકલવા કહ્યું, પરંતુ હું તેને છોડવા તૈયાર નહોતો. મારા પિતા જેને ઘરે લઈ આવ્યા હતા તેની સંભાળ રાખવામાં મને મારા પિતાએ જણાવ્યું છે.

અંતિમ વિધિઓ હિંદુ પરંપરા મુજબ
તે મુસ્લિમ પરિવારમાં મોટો થયો હતો. તે મારા પરિવારને ઘરના કામમાં અને તેમની નાની ખેતીની જમીનમાં મદદ કરતો હતો. ઘણી વખત તેઓ બિમાર પડ્યા ત્યારે લોકો અમને સલાહ આપતા હતા કે તેને અમારે આશ્રમમાં છોડી આવવા જોઈએ. પરંતુ આજ દિન સુધી અમે કયારે પણ લોકોની વાતોનું ધ્યાનમાં લીધું નથી. મારા પિતાએ જે મને કહેલું તેનું જ હું પાલન કરી રહ્યો હતો. અમે મુસ્લિમ તરીકે રહેતા હતા અને રાજન અમારી વચ્ચે હિન્દુ તરીકે રહેતા હતા. જેના કારણે તેમની તમામ અંતિમ વિધિઓ હિંદુ પરંપરા મુજબ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતીય ભૂમિ મુસ્લિમો માટે સ્વર્ગ: PM મોદી