May 21, 2024

GETCO દ્વારા રદ્દ કરાયેલી પરિક્ષાની નવી તારીખ જાહેર, આ તારીખે યોજાશે પરિક્ષા

GETCO - NEWSCAPITAL

થોડા સમય અગાઉ રાજ્ય સરકારની વીજ કંપની જેટકો (GETCO) દ્વારા  વિદ્યુત સહાયકની ૧૨૨૪ પોસ્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરુપે 13 માર્ચના રોજ વિવિધ સર્કલ કચેરીઓ દ્વારા પોલ ટેસ્ટ અને 9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગતવર્ષની સરખામણીમાં રેકોર્ડ બ્રેક ભાવ મળતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર બમણું નોંધાયું

જેટકો દ્વારા યોજવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવ્યા બાદ રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની સમગ્ર ભરતી પ્રક્રિયા જ રદ્દ કરી નાંખવામાં આવી હતી. પરિક્ષા રદ્દ થયા બાદ જેટકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજકોટ-ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની કચેરીઓ દ્વારા યોજાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જેટકોના નિયમોનું પાલન કરાયુ નહોતુ અને કેટલાક ઉમેદવારો દ્વારા આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એક કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રજૂઆત સાચી હોવાનુ સામે આવ્યા બાદ ઉપરોક્ત ત્રણેય ઝોનની કચેરીઓના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી.

getco

 

નવી તારીખ કરાઈ જાહેર

જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય તે ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જેટકો દ્વારા આજે જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું કેટલાક ઉમેદવારોએ રજૂઆત કરી હતી. જેને પગલે જેટકો દ્વારા સમગ્ર પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ પરિક્ષા રદ્દ ન કરવા માટે વિવિધ જિલ્લાઓમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે જેટકો દ્વારા ભરતી પરિક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બરે 6 જગ્યાએ પોલ ક્લાઈમિંગ ટેસ્ટ લેવામાં આવશે અને 7 જાન્યઆરીના રોજ લેખિત પરિક્ષા યોજવામાં આવશે.