November 17, 2024

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે મહિલાના આપઘાતથી ચકચાર

સાબરકાંઠા: હિંમતનગર સિવિલમાં એક સાથે બે આત્મહત્યાના બનાવો બનતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યાની બે ઘટનાઓમાં એક નર્સ અને એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, હિંમતનગર સિવિલ હોસ્પિટલના બીજા માળેથી નર્સે પડતું મૂક્યું હતું. તો બીજી બાજુ, સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાંથી અન્ય એક મહિલાનો આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના ક્વાટર્સમાં સ્ટાફ મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સ્ટાફ નર્સ અને અન્ય મહિલાનાં મોતને પગલે ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્ટાફ નર્સના મૃતદેહને પીએમ રૂમમાં મુકવામાં આવ્યો. જાણવા મળી રહ્યું છે કે નર્સે હોસ્પિટલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જોકે, હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ તપાસ દરમિયાન અન્ય એક મહિલાની પણ લાશ મળી આવી હતી. હોસ્પિટલ સ્ટાફ ક્વાટર્સમાં જ બીજી મહિલાની લાશ મળી આવતા. સમગ્ર ઘટના મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.