May 3, 2024

ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ હટાવવાને લઇ ભારત સરકાર નારાજ

અમદાવાદ: ગૂગલે પ્લે સ્ટોર પરથી કેટલીક એપ્સ હટાવવામાં આવી છે. આ એપ્સ પર ખુદ સરકારે કડક વલણ કર્યું છે. આ એપ્સને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ એપ્સને ડીલિસ્ટ કરવામાં આવશે નહીં. આ એપ્સના વિવાદોને કારણે સરકારે ગયા અઠવાડિયે બેઠક બોલાવવામાં આવી છે.

આ એપ્સ બંધ
થોડા જ દિવસો પહેલા ગૂગલે એક મોટું પગલું ભર્યું છે. પ્લે સ્ટોરમાંથી 10 એપ્સને ડિલિસ્ટ કરી દેવામાં આવી છે. જે બાદ સરકારે ગૂગલ પર કડક વલણ અપનાવતા પ્લે સ્ટોર પરથી કેટલીક એપ્સ હટાવી દેવામાં આવી છે. જોકે આ એપ્સને લઈને અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે એપ્સને ડીલિસ્ટ કરાશે નહીં. તમને જણાવી દઈએ કે naukri.com, 99 acres.com અને shiksha.com સહિતની તેની મોબાઈલ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દુર કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે Google દ્વારા યોગ્ય અને પર્યાપ્ત સૂચના આપ્યા વિના લેવામાં આવી હતી.

તમામ નિતિઓનું પાલન
આજના દિવસે ગૂગલે જણાવ્યું કે તે તેની એપ સ્ટોર બિલિંગ નીતિનો અમલ કરવાનું છે. જેનો અર્થ એ છે કે જે એપ્સ Googleની એપ બિલિંગ નીતિને અનુસરતી નથી તેથી તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે અને Google Play Storeથી આ એપ્સને દૂર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરતા 2 લાખથી વધુ ભારતીય ડેવલપર્સ છે જે તમામ નિતિઓનું પાલન કરે છે. પરંતુ એવી 10 કંપની છે જેના પર કાર્યવાહી થઈ શકે છે.