November 17, 2024

હારેલા ઘોડાઓ કોંગ્રેસના રથને જીતાડશે…!

Congress

આવનારી લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ કામે લાગી ગઈ છે. ત્યારે કોંગ્રેસ પણ ભારત જોડો યાત્રા અને India ગઠબંધનને લઈને ફરી BJP સામે બાયો ચડાવવા તૈયારી કરી રહી છે. આ તૈયારીના નેતા તો મલ્લિકાઅર્જૂન ખડગે હશે જેના સર્વાનુમતિએ પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ નેતાની સાથે કોણ સેનાપતિ હશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની ટીમની જાહેરાત કરી.

12 સેનાપતિઓ સાથે લડાશે યુદ્ધ

કોંગ્રેસની નવી ટીમમાં 12 મહામંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આ સેનાપતિઓની મદદથી 2024ના ચૂંટણી પ્રચારમાં ઉતરશે, જ્યાં તેને ત્રીજી વખત મોદીના વિજયી રથને રોકવાના પડકારનો સામનો કરવો પડશે. પાર્ટીના સત્તાવાર આદેશ અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભાની લગભગ 300 બેઠકોના સમીકરણ તૈયાર કરવાની જવાબદારી 12માંથી 9 મહાસચિવને સોંપી છે.

આ પણ વાંચો: PM Modiના નામે નવો રેકોર્ડ, YouTube પર આટલા સબ્સક્રાઇબર સાથે બન્યા પહેલા નેતા

આ સેનાપતિઓ મોદી સામે ક્યારે યુદ્ધ જ નથી લડ્યા

સચિન પાયલટ અને ગુલામ અહેમદ મીર સિવાય મહાસચિવની યાદીમાં તમામ ચહેરા જૂના છે. પ્રિયંકા ગાંધીને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી. કેસી વેણુગોપાલ પહેલાની જેમ સંગઠન અને જયરામ રમેશ કોમ્યુનિકેશનને સંભાળવાનું ચાલુ રાખશે. મહત્વનું છેકે, કોંગ્રેસે જે 12 નેતાઓને મહાસચિવ બનાવ્યા છે. તેમાં 9 મહાસચિવ એવા છે કે જેમણે મોદીના સમયમાં ચૂંટણી લડી નથી અથવા તો ખુબ જ ખરાબ રીતે હાર્યા છે. આ સેનાપતિઓ કોંગ્રેસની નૈયાને પાર કેવી રીતે પાર લગાડશે એ જોવાનું રહ્યું.