November 18, 2024

વોટ્સએપ ચેનલ માટે આવ્યા નવા ફીચર્સ, જાણો શું સુવિધા મળશે

અમદાવાદ: વોટ્સએપમાં સતત નવા ફીચર્સ આવી રહ્યા છે. ત્યારે હવે વોટ્સએપ ચેનલ્સને લઈને પણ ફીચર્સ આવી રહ્યા છે. યુઝર્સ તેમની મનપસંદ ચેનલો પર સરળતાથી નેવિગેટ પણ કરી શકશે.આ સાથે ચેનલ ફીચરને ફરીથી ડિઝાઇન પણ કરી દેવામાં આવ્યું છે.

નવા ફીચર્સ રજૂ કર્યા
વોટ્સએપ સતત અપડેટ થઈ રહ્યું છે. કંપની વોટ્સએપ ચેનલ્સ માટે એક સાથે અનેક ફીચર્સ લાવી રહી છે. વર્ષ 2023 થી અત્યાર સુધી સતત વોટ્સએપમાં ખુબ બદલાવ આવ્યા છે. હવે મેટાઓ પણ ઘણા નવા ફીચર્સને રજૂ કર્યા છે. WABetaInfoના રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર WhatsApp ચેનલ માટે અન્ય ઘણા ફીચર્સ પર કામ કરી રહી હતી. નવા ફીચરમાં તમને એક સાથે અનેક ચેનલોને ફોલો કે અનફોલો કરી શકાશે. હાલ ચેનલ નેવિગેશનમાં સુધારો કરવામાં આવ્યો છે. વપરાશકર્તાઓ હવે કોઈપણ ચેનલને સરળતાથી નેવિગેટ કરી શકશે.

આ પણ વાંચો: શું છે મહાદેવ સટ્ટાબાજી એપ?

આ મળશે નવું ફીચર
રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર વોટ્સએપ ચેનલના ઈન્ટરફેસને પણ રિડિઝાઈન કરાયું છે. હવેથી તમે તમારી મનપસંદ ચેનલને પિન પણ કરી શકશો. વોટ્સએપ ચેનલ માટે આવનારા કેટલાક ફીચર્સ ફોલોઅર્સ માટે નવા નવા ફીચર લાવવામાં આવી રહ્યા છે. કેટલાક ફીચર જેમની ચેનલ હોય તેમના માટે પણ લાવવામાં આવી રહ્યા છે. હાલમાં આ માત્ર બીટા યુઝર્સ માટે આપવામાં આવ્યું છે. હાલમાં લોકો વચ્ચે ધીમે ધીમે યુઝર્સમાં લોકપ્રિય બની ગઈ છે. સપ્ટેમ્બર 2023માં લોન્ચ થયેલી WhatsApp ચેનલો ધીમે ધીમે યુઝર્સમાં લોકપ્રિય બની રહી છે. ઘણી પ્રખ્યાત હસ્તીઓ અને સામગ્રી નિર્માતાઓએ તેમની વ્યક્તિગત ચેનલો બનાવી છે અને તેમના લાખો અનુયાયીઓ છે.