News 360
January 24, 2025
Breaking News

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નેતાઓની ઓળખાણ આપી છેતરપિંડિ આચરતો આરોપીને દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નેતાઓની ઓળખાણ બતાવી પૈસા પડાવતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં રહેતા સોમાભાઈ પટેલને ડોમેસ્ટિક પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો. જે મામલે તેમણે કોર્ટમાં કેસ ચાલતો હતો અને પોલીસમાં અરજી પણ કરી હતી. આ સમગ્ર મામલની જાણ જીતુ બારોટ નામના વ્યક્તિને થઈ હતી. જેનો લાભ લઈને જીતુ બારોટે સોમાભાઈનો સંપર્ક કરી તે રાજકીય નેતાઓને ઓળખે છે અને તેના પોલીસ વડાને ભલામણ કરી તમારૂ કામ કરાવી આપશે.

આ પણ વાંચો: અમદાવાદના નકલી ચલણી નોટ પ્રકરણમાં ડ્રગ્સ રેકેટનો ખુલાસો

આ સમગ્ર કામ માટે જીતુભાઈએ 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી..જોકે સોમાભાઈ શરૂઆતમાં 50 લાખ રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયા હતા. જે દરમ્યાન સમગ્ર કિસ્સો સીઆઈડી ક્રાઈમના ધ્યાન પર આવતાં સોમાભાઈને જીતુભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું, પરંતુ સોમાભાઈ ફરિયાદ કરવા નહીં માંગતા હોવાથી આખરે પોલીસ ફરિયાદી બની સોમાભાઇ સાક્ષી તરીકે રાખ્યા અને વચેટિયા તરીકે જીતુ બારોટની ધરપકડ કરી હતી. લોકોમાં જાગૃતતા આવે અને આ પ્રકારના વચેટિયા આવા લોકો સાથે છેતરપિંડી કરતા ડરે તેના માટે દાખલો બેસાડવા સીઆઈડી ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.