January 23, 2025

અશ્વિનની નજરમાં ડેથ ઓવર માટે જાણીતો આ છે ‘ગુમનામ હીરો’

IPL 2024: રવિચંદ્રન અશ્વિનની નજરમાં ડેથ ઓવરના નિષ્ણાત બોલર સંદીપ શર્મા ‘ગુમનામ હીરો’ છે. સ્ટાર બેટ્સમેનો અને બોલરોની ચર્ચા વચ્ચે, લખનૌ સુપર જાયન્ટ્સ સામે 14મી ઓવરમાં બોલ લેનાર સંદીપ જેવા ખેલાડીના પ્રદર્શન પર ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું હતું. તે સમયે લખનૌને 194 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 6 ઓવરમાં 65 રનની જરૂર હતી. સંદીપે પ્રથમ ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. આ સિવાય કેએલ રાહુલ (58) અને નિકોલસ પૂરન (અણનમ 64) વચ્ચેની ખતરનાક ભાગીદારી પણ તૂટી હતી. આ સિવાય તેણે 19મી ઓવરમાં માત્ર 11 રન આપ્યા જ્યારે લખનૌને છેલ્લી બે ઓવરમાં 38 રનની જરૂર હતી.

આક્રમક ખેલાડી
આર અશ્વિને કહ્યું કે સંદીપ શર્માએ પણ છેલ્લી સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ના બે સિક્સર છતાં રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ પર ત્રણ રનથી જીત નોંધાવી હતી. અશ્વિને કહ્યું, ‘સંદીપ એક અનસંગ હીરો રહ્યો છે. તે ખૂબ જ આક્રમક ખેલાડી છે. ક્યારેક કૌશલ્ય કરતાં લડવાની ભાવના વધુ મહત્વની હોય છે. હવે એક ઓવરમાં બે બાઉન્સર ફેંકી શકાય છે અને આ સ્પર્ધામાં બોલરો માટે આ સારી બાબત હતી.

આ પણ વાંચો:  આજે CSK VS GTની મેચ, ગીલના ખેલાડી ગેમ ચેન્જર બનશે?

‘મેં પહેલી ઓવરમાં ઘણા રન આપ્યા’
અશ્વિને કહ્યું કે પ્રથમ ઓવરમાં 15 રન આપ્યા બાદ તેની શરૂઆત મુશ્કેલ હતી. પરંતુ તેણે રમતના વિવિધ તબક્કામાં પોતાની રણનીતિ બદલવી પડી. હવે આપણે વૃદ્ધ થઈ રહ્યા છીએ અને એક અલગ માનસિકતાની જરૂર છે. પહેલી ઓવરમાં 15 રન આપ્યા બાદ મેં પછીની ત્રણ ઓવરમાં 20 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. જોકે, ઓવરઓલ પર્ફોમન્સની વાત કરવામાં આવે તો અશ્વિનનું પર્ફોમન્સ બેસ્ટ રહ્યું છે. જેમાં વિકેટની ગણતરી પણ સામિલ છે. આ પહેલાની મેચમાં એમણે ખેરવેલી વિકેટ મેચને નિર્ણાયક સ્થિતિમાં લઈ ગઈ હતી.