November 19, 2024

છેલ્લા બોલ પર જીતનું સપનું તૂટી ગયું, વીડિયો થયો વાયરલ

અમદાવાદ: WPL 2024માં RCB ટીમને દિલ્હી કેપિટલ્સ સામે 1 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા બોલ પર માત્ર 2 રનની જરૂર હતી, પરંતુ આરસીબીની ખેલાડી રિચા ઘોષ રનઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે RCB ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

એક રનથી હરાવ્યું
દિલ્હી કેપિટલ્સ ટીમે RCBને છેલ્લા બોલ પર એક રનથી હરાવી લીધું હતું. જોકે આ મેચની જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીત્યો હતો. જેમાં તેમણે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ બેટિંગમાં તેમણે 181 રન બનાવ્યા હતા. સામે RCBની ટીમ માત્ર 180 રન બનાવ્યા હતા. RCB ટીમની દરેક ખેલાડીઓએ શાનદાર ઇનિંગ રમી હતી.

ભાવુક થઈ ગઈ
RCBની ટીમની શરૂઆત સારી રહી ન હતી. સ્મૃતિ મંધાના માત્ર 5 રન બનાવીને આઉટ થઈ તો એલિસ પેરી અને સોફી મોલીન્યુએ સારી બેટિંગ કરી હતી. જોકે પેરીએ 49 રન બનાવ્યા હતા. સોફીએ 33 રન બનાવ્યા હતા. આરસીબીને જીતવા માટે છેલ્લા બોલ પર ખાલી 2 રનની જરૂર હતી. જોકે ત્યારપછી રિચા ઘોષ રનઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે RCBને 1 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર મળતાની સાથે જ રિચા ઘોષ મેદાનમાં બેસી ગઈ હતી અને ઉદાસ જોવા મળી હતી. શ્રેયંકા પાટિલની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ક્વોલિફાય થઈ
દિલ્હી કેપિટલ્સ ટીમે RCB સામેની મેચ જીતી લીધી હતી. જે બાદ તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ ટીમ અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. આ 7 મેચમાંથી તેણે 4માં આ મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ છે. ટીમનો નેટ રન રેટ પ્લસ 0.918 છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે.