December 19, 2024

IPL 2025 મેગા હરાજી પહેલાં આ કેપ્ટને કહી ચોંકાવનારી વાત!

IPL 2025 Captains: IPL 2025 મેગા હરાજી આ વર્ષના અંતમાં થવાની છે. આ પહેલા રિટેન્શન પોલિસીની જાહેરાત કરી દેવામાં આવી છે. તમામ 10 ટીમ 6-6 ખેલાડીઓને જાળવી શકે છે. વિદેશી ખેલાડીઓને લઈને પણ નવો નિયમ સામે આવ્યો છે. જેમાં વિદેશી ખેલાડી મેગા પ્લેયર ઓક્શન માટે પોતાનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેના પર આવતા વર્ષના પ્લેયર ઓક્શનમાં પણ પ્રતિબંધ મુકવામાં આવશે. આ નિર્ણયને લઈને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનનું નિવેદન સામે આવ્યું છે.

નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે તે IPLના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પેટ કમિન્સે પોતાના નિવેદનમાં કહ્યું કે નિયમોમાં થોડો ફેરફાર કરાયો છે. તેણે કહ્યું કે મને ખબર નથી કે ભૂતકાળમાં તેની મારા પર કોઈ અસર થઈ હશે કે નહીં. પેટ કમિન્સે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સંપૂર્ણપણે નંબર 1 પ્રાથમિકતા છે અને તે પછી વર્લ્ડ કપ છે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

ઓસ્ટ્રેલિયા માટે રમવાની પ્રાથમિકતા છે
પેટ કમિન્સે કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે રમવાની પ્રાથમિકતા છે. હું આનો ઉપયોગ મારા બાકીના શેડ્યૂલની યોજના બનાવવા માટે કરું છું. તમને જણાવી દઈએ કે કમિન્સે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 58 મેચ રમી છે. જેમાં તેણે 63 વિકેટ ઝડપી છે અને તેની સાથે તેણે 515 રન બનાવ્યા છે.