November 6, 2024

હૈદરાબાદમાં પણ આ મજબૂત ખેલાડીને ના મળી તક, BCCIએ આપ્યું અપડેટ

Harshit Rana: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20I મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ બે મેચમાં રમનાર અર્શદીપ સિંહ આજની મેચમાં જગ્યા આપવામાં આવી નથી. તેની જગ્યાએ રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે. હર્ષિત રાણાને બાંગ્લાદેશ સામેની T20I શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી.

મેચ ન રમવાના કારણે સ્પષ્ટ
હર્ષિત રાણાને લઈને BCCIએ એક માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે હર્ષિત રાણા વાયરલ ઈન્ફેક્શનને કારણે ત્રીજી T20I મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ હતો નહીં. હર્ષિત રાણાએ આજની મેચ ન રમવાના કારણે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે આઈપીએલની મેગા ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે પ્રવેશ કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી શકે છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

ભારતની પ્લેઈંગ ઈલેવન: નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર,અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: તન્જીદ હસન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મહેદી હસન, તસ્કીન અહેમદ, રિશાદ હુસૈન, પરવેઝ હુસૈન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મુસ્તફિઝુર રહેમાન, તનજીમ હસન સાકિબ.