November 18, 2024

Tata Motorsની નવી ઈ કાર લોંચ થશે, ક્રેટા સામે હરીફાઈ વધી

Tata Curvv EV: ટાટા મોટર્સ 7મી ઓગસ્ટે ભારતીય બજારમાં નવી કર્વ આલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં આ મોડલ માત્ર ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે જ લોન્ચ કરવામાં આવશે. બાદમાં તેના પેટ્રોલ અને ડીઝલ વર્ઝન આવશે. કંપની લગભગ 6 મહિના પછી કર્વનું પેટ્રોલ/ડીઝલ વર્ઝન લોન્ચ કરશે. હાલ આ અંગેની માહિતી મળી રહી છે. લોન્ચ થયા પછી, Tata Curve EV હ્યુન્ડાઈ ક્રેટા EV, મારુતિ સુઝુકી EVX અને MG ZS EV સાથે સ્પર્ધા કરશે. તેના પેટ્રોલ/ડીઝલ મોડલ Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq, Maruti Grand Vitara અને Volkswagen Taigun સાથે સ્પર્ધા કરશે.

Tata Curvv EV નો પાવર
Tata Curve EV કંપનીના નવા Acti.ev આર્કિટેક્ચર પર બનેલ છે. એવી અપેક્ષા છે કે, એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તે 500 કિલોમીટર સુધીની રેન્જ મેળવશે. હાલમાં, SUVના બેટરી પેક અને પ્રદર્શન વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. તેનું પેટ્રોલ મોડલ 1.2 લિટર, 3-સિલિન્ડર ટર્બો એન્જિન સાથે આવી શકે છે. જે 125bhpનો પાવર જનરેટ કરશે. જ્યારે ડીઝલ મોડલ 1.5 લિટર, 4-સિલિન્ડર એન્જિન સાથે આવી શકે છે. આ એન્જિન નેક્સનમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: પાણી ભરાયાં હોય ત્યાં કારમાં જવાનું થાય તો આટલી કાળજી રાખવી અનિવાર્ય

Tata Curvv EV ની ડિઝાઇન અને સુવિધાઓ
Curve EV નું પ્રોડક્શન મોડલ તેના કોન્સેપ્ટમાં ઘણું સામ્ય છે. SUVને નવું સ્પ્લિટ-LED હેડલેમ્પ સેટઅપ, ગ્લોસ બ્લેક સાઇડ ક્લેડીંગ, કૂપ જેવી રૂફલાઇન, સ્પ્લિટ ટેલલેમ્પ ક્લસ્ટર અને એલોય વ્હીલ્સ મળશે. ફીચર્સની વાત કરીએ તો તે 10.25 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ સીટ્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને 360 ડિગ્રી કેમેરા સાથે આવી શકે છે.

Tata Curvv EV કિંમત
એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રિક ટાટા કર્વની કિંમત 20 લાખથી 24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે હશે. જ્યારે તેના પેટ્રોલ/ડીઝલ મોડલની કિંમત ઓછી હશે (રૂ. 10 લાખથી 15 લાખની વચ્ચે).