June 24, 2024

કોહલીના ખરાબ ફોર્મને લઈને બેટિંગ કોચ વિક્રમે આપ્યો જવાબ

Virat Kohli: ભારતીય ટીમ પહેલા જ ગ્રુપ Aમાંથી સુપર આઠમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ હવે 20 જૂને સુપર આઠમાં અફઘાનિસ્તાન સામે મેચ રમશે. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલીને લઈને ચર્ચા થઈ રહી છે. વિરાટ ઓપનર તરીકે ત્રણ મેચમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો છે. વર્તમાન ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય બની ગયો છે. ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલીના ફોર્મ વિશે ચર્ચા કરી હતી.
ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ
ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચેની મેચ ગઈ કાલે રદ કરી દેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ના હતો. આ મેચ પહેલા અમ્પાયરે બે વખત મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ પહેલા ખુબ વરસાદ પડ્યો હતો. જેના કારણે મેદાન ભીનું થઈ ગયું હતું. ગ્રાઉન્ડસમેનોએ મેદાનને સૂકવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો પ્રયાસ અસફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ 4થી મેચ છે વરસાદના કારણે રદ્દ થઈ છે.
પ્રદર્શન જોરદાર
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલીના ફોર્મ અંગે ચર્ચા કરી હતી. રાઠોડે કહ્યું, “મને ખૂબ સારું લાગે છે જ્યારે મને વિરાટ કોહલી વિશે સવાલ કરો છો ત્યારે મને સારૂં લાગે છે. તે સારૂં કરી રહ્યો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે આઈપીએલ રમીને આવ્યો છે. તેમાં પણ તેનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. તે સારી રીતે બેટિંગ કરી રહ્યો છે. તે વધુ સારી બેટિંગ કરવા માટે તૈયાર છે.