December 22, 2024

સુરતમાં રમકડાં ખરીદવાની લાલચ આપી 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી!

surat varachha toy scam cheating with more than 3500 people

પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી

સુરતઃ શહેરમાં વધુ એકવાર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાએ ફેસબુક પર રમકડાં વેચવાના બહાને 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે. ફેસબુક પર રમકડાં વેચવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી છે. 389 રૂપિયામાં રમકડાંની લોભાણી સ્કીમો આપીને લોકોને ઠગી નાંખ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ ફરિયાદ ન થાય તે માટે આ ગેંગ નાની-નાની રકમની છેતરપિંડી કરતી હતી. પોલીસે બેન્ક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા હતા. આ બેન્ક એકાઉન્ટમાં કુલ 13.83 લાખ રૂપિયાથી વધુ રકમ એકાઉન્ટમાં જમા હતી. આરોપીઓ દર બે દિવસે ફેસબુક પર આઇડી ડિલીટ કરી નવી આઇડી બનાવતા હતા.

આ મામલે પોલીસે નિખિલ સાવલિયા, અવનિક વઘાસિયા અને લક્ષત ઉર્ફે ભૂરિયો ડાવરાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.