May 4, 2024

‘સંદેશખાલી’માં સ્થાનિકોએ ફરીથી આરોપી શેખના ભાઈનું ઘર સળગાવ્યું

Sandeshkhali Case: પશ્ચિમ બંગાળમાં ‘સંદેશખાલી’ કેસને લઇને સ્થાનિક લોકોએ ફરી ગુસ્સે થયા છે. શુક્રવારે સ્થાનિક લોકોએ તૃલમુલ કોંગ્રેસ (TMC)ના નેકા અને આ મામલનાઆરોપી શાહજહાં શેખના ભાઇ સિરાજ શેખની સંપત્તિને આગ લગાવી દીધી છે. શાહજહાં શેખના ભાઈની આ મિલકતને બેરમજદૂરના કચારી વિસ્તારમાં આગ લગાડવામાં આવી હતી.

નોંધનીય છે કે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) રાત્રે સિરાજ શેખની મિલકતને આગ લગાડવામાં આવી હતી. ગ્રામજનોનો આરોપ છે કે સિરાજ શેખ અને તેના લોકોએ ગ્રામજનોની જમીનો પચાવી પાડી છે. જેના કરાણે ફરી તેઓએ વિરોધ શરૂ કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ભાજપના નેતાઓને સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા હતા
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓને ‘સંદેશખાલી’ જતા અટકાવવામાં આવ્યા હતા. ભોજેરહાટમાં પોલીસ ટીમે બીજેપી સાંસદ લોકેટ ચેટર્જી અને અન્ય નેતાઓને આગળ જવા ન દીધા હતી. બીજેપી સાંસદ અને અન્ય નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે અમને સંદેશખાલીમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો . સંદેશખાલીમાં સતત વિરોધ અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો વચ્ચે ભાજપની એક ટીમ સંદેશખાલીની મહિલાઓને મળવા માટે અને આ મહિલાઓની ફરિયાદો સાંભળવા જઈ રહી હતી. આ દરમિયાન આ લોકોને પશ્ચિમ બંગાળ પોલીસે બળજબરીથી અટકાવ્યા હતા.

NHRCએ નોટિસ મોકલી છે
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર અને પોલીસ વડાને નોટિસ જારી કરી હતી, જેમાં પ્રદેશમાં ચાલી રહેલી હિંસા અને અધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંદેશખાલીમાં અશાંતિ ત્યારે વધી ગઇ હતી જ્યારે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ગ્રામજનોને હેરાન કરવાનો આરોપ લગાવનારાઓની મિલકતોને આગ લગાવી દીધી હતી. પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રાજીવ કુમારે ગુનેગારો સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.