December 29, 2024

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસોનું લોકાર્પણ

surat gujarat home minister harsh sanghavi launch new 100 buses

હર્ષ સંઘવીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે

સુરતઃ શહેરથી એકસાથે એસટીની 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસને લીલીઝંડી આપીને લોકાર્પણ કર્યું છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, 100 નવીન બસો થકી નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં ઉમેરો થશે. રાજ્યના લાખો નાગરિકો ધંધા, વ્યવસાય, ભણતર કે સામાજિક કાર્ય અર્થે પ્રતિદિન નજીવા ખર્ચે સુરક્ષિત રીતે રાજ્યમાં આંતરિક તેમજ આજુબાજુના રાજ્યોમાં અવરજવર કરવાની સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકશે. દૈનિક સરેરાશ 27 લાખથી વધુ લોકોને પરિવહનની સુવિધા આપતા ST નિગમ દ્વારા આગામી દિવસોમાં 30 લાખથી વધુ લોકોને આ સુવિધા પૂરી પાડવાના સંકલ્પ વિષે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ ગુજરાત રાજ્ય દ્વારા માત્ર 13 મહિનાનાં ટૂંકા ગાળામાં શરૂ કરાયેલી 1620 જેટલી નવી બસોના લોકાર્પણનું કાર્ય દેશમાં પ્રથમ વખત કરાયું હોવાનું ગૌરવપૂર્ણ ઉમેર્યું હતું. સરકાર દ્વારા અપાતી માર્ગ પરિવહનની સુવિધાને કારણે લોકો ખાનગી સાધન દ્વારા કરાતી જોખમી સવારીને ટાળી શકાશે એમ કહી આગામી ટૂંક સમયમાં રાજ્યના નાગરિકોને વધુ 500 બસ આપવાની ખાતરી મંત્રીએ આપી હતી.

સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના લોકોને હવે વધુ 100 બસ ભેટમાં મળી છે. ત્યારે નવી બસોને કારણે લોકોને વધુ સુવિધા મળશે.