January 18, 2025

ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા ભાજપમાં જોડાશે

સુરતઃ આમ આદમી પાર્ટીમાંથી થોડા દિવસ પહેલાં જ રાજીનામુ આપનારા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા ભાજપમાં જોડાવવાના છે. આગામી 27મી એપ્રિલે સાંજે 8 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાશે.

એકાએક રાજીનામું આપી દેતા ટોક ઓફ ધ ટાઉન
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આંદોલનકારીમાંથી બન્યા નેતા
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, બંનેને કારમી હાર મળી હતી.