માનવ સાંકળ કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્વચ્છતાનો સંદેશ આપ્યો
સુરતઃ 17મી ડિસેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે. ત્યારે તેને લઈને તમામ કાર્યક્રમની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ તૈયારીનું અવલોકન કરવા પહોંચ્યા હતા.
આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 17મી ડિસેમ્બરે સુરતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે આજે સ્વચ્છતાનાં સંદેશ સાથે યોજાયેલા “માનવ સાંકળ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો. આપણાં… pic.twitter.com/jZ6WbprE3f
— C R Paatil (@CRPaatil) December 15, 2023
આ ઉપરાંત ‘માનવસાંકળ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક્સ પોસ્ટમાં જણાવ્યુ હતુ કે, ‘આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 17મી ડિસેમ્બરે સુરતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે આજે સ્વચ્છતાનાં સંદેશ સાથે યોજાયેલા “માનવ સાંકળ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી બાળકો અને યુવાનોમાં પણ ખૂબ પ્રિય છે, પ્રધાનમંત્રીશ્રીને આવકારવાની આતુરતા બાળકો અને યુવાનોનાં ચહેરા પર પણ છલકાઇ રહી હતી. ’
ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ કાર્યક્રમના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.