KKR vs RR: ઓરેન્જ કેપની રેસમાં નંબર વન કોણ?
IPL 2024: ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ હતી. જેમ જેમ મેચ આગળ વધી રહી છે તેમ બેટ્સમેનોની હરીફાઈ જોરદાર જોવા મળી રહી છે. દરેક મેચ બાદ એક નવો રેકોર્ડ બની રહ્યો છે. અત્યાર સુધીમાં તમામ ટીમે 6થી7 મેચ રમી લીધી છે. એનો મતલબ એવો છે કે હજુ ઘણી મેચ બાકી છે. ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો નવા બે ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં સામેલ થઈ ગયા છે.
સૌથી વધુ રન બનાવ્યા
આ વર્ષની લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટનું નામ મોખરે છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને રન 361 બનાવ્યા છે. બીજા નંબરની વાત કરવામાં આવે તો રાજસ્થાનના રિયાન પરાગ આવે છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને 318 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાનની વાત કરવામાં આવે તો સુનીલ નારાયણ આવે છે તેણે 6 મેચમાં 276 રન બનાવ્યા છે. ચોથા સ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનના કેપ્ટન આવે છે તેણે 276 રન બનાવ્યા છે. જોકે સંજુ અને સુનીલના રન સમાન જોવા મળી રહ્યા છે. સુનીલનો સ્ટ્રાઈક રેટ વધારે છે.
આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સે IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો!
આ સ્થાન પર
ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ 6 મેચમાં 255 રન બનાવીને છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. હેનરિક ક્લાસેન 6 મેચમાં 253 રન સાથે 7માં સ્થાન પર છે. કેકેઆર સામે સદી ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી જનાર જોસ બટલરના હવે 250 રન છે અને તે સીધો આઠમા સ્થાને આવી ગયો છે. ચેન્નાઈનો શિવમ દુબે 242 રન સાથે નવમા અને હૈદરાબાદનો ટ્રેવિસ હેડ 235 રન સાથે દસમા સ્થાન પર છે.