May 3, 2024

IT સેક્ટરમાં આવી બેરોજગારી, 1 વર્ષમાં 64 હજાર નોકરીઓ ઓછી થઈ

અમદાવાદ: દેશની ત્રણ મોટી આઈટી કંપનીનો ત્રિમાસિક રિપોર્ટ આવી ગયો છે, પરંતુ આજે કંપનીના નફા વિશે વાત કરવાની જગ્યાએ આ કંપનીઓમાં નોકરીની સ્થિતિ પર વાત કરીશું. છેલ્લા કેટલાક સમયથી દેશની ત્રણ કંપનીઓમાં નોકરીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પણ આજ કંપનીઓએ 64 હજાર કર્મચારીઓની સંખ્યા ઓછી કરી નાખી છે. જેનો અર્થ એ છે કે આ કંપનીઓમાં 64 હજાર નોકરીઓ ઓછી થઈ ગઈ છે. નબળી ડિમાન્ડ અને છટણીના કારણે નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: એલન મસ્કનો ભારત પ્રવાસ મોકૂફ, PM મોદી સાથે કરવાના હતા મુલાકાત

વિપ્રોમાં આટલી નોકરીઓ થઈ ઓછી
દેશની ત્રણ સૌથી મોટી આઈટી કંપનીઓ ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ, ઈન્ફોસિસ અને વિપ્રોમાં નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 64000 કર્મચારીઓ ઓછા થયા છે. દુનિયાભારમાં નબળી માંગ અને વપરાશમાં આવેલા ઘટાડાના કારણે કર્મચારીઓની સંખ્યા ઘટી છે. વિપ્રોએ શુક્રવારે ચોથા ત્રિમાસિક નાણાકીય વર્ષના પરિણામની જાહેરાત કરી હતી. જેમાં માર્ચ 2024 સુધી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2,34,054 ઘટી છે. એક વર્ષ પહેલા 2,58,570 નોકરીઓ ઓછી થઈ છે.

ઈન્ફોસિસ અને ટીસીએસ
ભારતની આઈટી સેવા ઉદ્યોગ વૈશ્વિક વ્યાપાર આર્થિક અનિશ્ચિતતાઓ અન ભૂ-રાજનૈતિક ઉતાર-ચઢાવના કારણે માર્કેટમાં સતત દબાવ અનુભવી રહ્યા છે. દેશની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના આંકડાઓ અનુસાર માર્ચ 2024 સુધીમાં 3,17,240 નોકરીઓ ઘટી છે. તેની સરખામણીમાં ગત વર્ષે 3,43,234 નોકરીઓનો ઘટાડો થયો છે. હવે દેશની સૌથી મોટી પહેલાન નંબરની આઈટી કંપની TCSના કર્મચારીઓની સંખ્યામાં 13,249નો ઘટાડો થયો છે. ગત વર્ષના અંતમાં 6,01,546 કર્મચારીઓ ઓછા થયા છે. આ અંગે કંપનીઓ જણાવ્યું કે, નોકરીઓનું ઘટવાનું કારણે બજારમાં ઘટતી માંગ અને બજારની સ્થિતિ છે.