નવાઝ શરીફની રેલીમાં ‘જંગલનો રાજા’, દુનિયાભરમાં ચર્ચા
પાકિસ્તાનમાં થોડા જ દિવસોમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે. જેના કારણે પાકિસ્તાનના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. પાકિસ્તાનના રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અલગ-અલગ રણનીતિ બનાવી રહ્યા છે. નવાઝ શરીફની પાર્ટી તો કંઈક અલગ કરી રહી છે. નવાઝ શરીફની રેલીમાં સિંહો લાવવામાં આવ્યા હતા. જેની પાકિસ્તાન તો થીક, પરંતુ તેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
સમર્થકો રેલીમાં લાવ્યા સિંહ
નવાઝ શરીફની પાર્ટીએ પાકિસ્તાનના લાહોરમાં નેશનલ એસેમ્બલી ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી વાત એ હતી કે પાર્ટીના સમર્થકો સિંહને રેલીના સ્થળે લાવ્યા હતા. સિંહના પાંજરાને ખુલ્લી ગાડીમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે PMLNનું ચૂંટણી ચિન્હ સિંહ છે. આ કારણના કારણે રેલીમાં વાસ્તવિક સિંહને લાવીને લોકોને મત માટે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં ચૂંટણી યોજાશે
પાકિસ્તાનમાં તારીખ 8મી ફેબ્રુઆરીએ 2024ના સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન નવાઝ શરીફ દાવો કરી રહ્યા છે કે તેમના સત્તા છોડ્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેના કારણે પાકિસ્તાનની જનતાને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવાઝ શરીફે વચન આપતા કહ્યું કે તેઓ સત્તામાં આવશે તો દેશમાં ફરીથી સકારાત્મક પરિવર્તન લાવશે.
આ પણ વાચો: પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના મીઠા સંબંધોએ કેમ ખટાશ પકડી લીધી?
ઈમરાન ખાનનો પ્લાન C તૈયાર
પાકિસ્તાનમાં ચૂંટણી હોય અને ઈમરાન ખાન ચર્ચામાં ના આવે તેવું બની શકે નહીં. ચૂંટણીના કારણે પાકિસ્તાનના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની મીડિયાએ જણાવ્યું કે ઈમરાન ખાને જેલમાં પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં ખાને દાવો કર્યો હતો કે પીટીઆઈ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ષડયંત્રના ભાગરૂપે, પાર્ટીના લગભગ 10,000 કાર્યકરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમની પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો પણ પૂરજોશમાં ચાલી રહ્યા હતા. પરંતુ અમારી પાસે પ્લાન A અને B પણ તૈયાર છે. જો આ બન્ને પણ નિષ્ફળ જાય છે તો અમારી પાસે પ્લાન c તૈયાર છે.