ચમકદાર વાળ બનાવવા માટે આ ઘરગથ્થુ ઉપાયો કરો ટ્રાય
Hair Tipes: કેરાટિન કરવા માટે હજારો રૂપિયા લોકો ખર્ચ કરે છે. પરંતુ તમારે આટલા બધા પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. આ ઘરગથ્થુ ઉપાયોથી તમારા વાળ ચમકદાર અને સિલ્કી થઈ જશે. આ માસ્ક કરો ટ્રાય.
ચોખાનું પાણી
તમારે ચોખાને પલાળવાના રહેશે. તેમાં નારિયેળનું તેલ મિક્સ કરવાનું રહેશે. નારિયેળનું દૂધ નાંખો. તેને તમારા વાળમાં લગાવો. આ પેસ્ટને તમારા વાળમાં 30 મિનિટ સુધી વાળમાં રાખો. અઠવાડિયામાં તેને 3 વાર લગાવો.
આ પણ વાંચો: ગોંડલમાં શ્વાનનો ત્રાસ, 22 લોકોને બનાવ્યા શિકાર
બનાના માસ્ક
કેળામાં તમારે ઓઈલ નાંખવાનું રહેશે. હવે તમારે તેને 1 કલાક સુધી માથામાં લગાવી રાખવાનું રહેશે. આ બાદ તમારા હુંફાળા પાણીથી સાફ કરી દો. અઠવાડિયામાં તેને 3 વાર લગાવી દો.