May 22, 2024

‘વિકસિત ભારત’વાળા વ્હોટ્સએપ મેસેજ મોકલવાનું બંધ કરોઃ EC

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને ચૂંટણી આયોગ એક્શન મોડમાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વિકસિત ભારતના નામથી વ્હોટ્સઅપમાં મોદી સરકારના પ્રચારના મેસેજ આવી રહ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા EC એ કહ્યું કે, આ મેસેજને તુરંત જ બંધ કરવામાં આવે. કેન્દ્રીય ચૂંટણી આયોગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ કર્યા છે કે જો દેશમાં આચાર સહિંતા લાગ્યા બાદ લોકો પાસે વિકસિત ભારતથી જોડાયેલા મેસેજ જઈ રહ્યા છે. તો તેને તુરંતુ બંધ કરવામાં આવે. આ સાથે ચૂંટણી આયોગને આ ઘટના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. તેની પણ જાણકારી આપવામાં આવે.

મહત્વનું છેકે, આ પહેલા પણ ચૂંટણી આયોગને આ સંબંધિત અનેક ફરિયાદો મળી હતી. લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ અને આચાર સંહિતા લાગુ કરવામાં આવી. એ બાદ પણ લોકોના ફોનમાં મોદી સરકારના પ્રચાર કરતા મેસેજ મળી રહ્યા છે.

આ પણ વાંચો:  Lok Sabha Election: 2024 લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા રહેશે હાવી?

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે શું કહ્યું?
ચૂંટણી આયોગ પાસેથી આદેશો મળ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે, આ મેસેજ આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાક મેસેજ સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાના કારણે લોકો પાસે મોડા પહોંચ્યા હતા. નોંધનીય છેકે, ચૂંટણી આયોગે આ મામલા થતી કાર્યવાહીની રીપોર્ટ સબમીટ કરવાનું કર્યું છે.