May 17, 2024

શેર બજારમાં તેજી, નિફ્ટી 21,825 પર ખુલ્યો

આજે શેરબજારમાં ઓટો અને આઈટી શેરોની સારી હલચલના કારણે બજાર સારી ગતિ સાથે ખુલ્યું હતું. બજારના ટોચના ગેનરમાં ભારતી એરટેલ લગભગ 3 ટકાના ઉછાળા સાથે ખુલી તો અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.25 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહી છે. તે જ સમયે IT શેરના TCS પણ એક ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 239.40 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 71,970 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો નિફ્ટી 53.50 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 21,825ના સ્તર પર ખુલ્યો છે.

Paytm શેર સર્કિટ ખુલી
3 દિવસના સતત ઘટાડા પછી Paytm શેરની સર્કિટ ખુલી છે.નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે. સવારે 9.18 વાગ્યે Paytmના શેર 4.03 ટકાના ઘટાડા સાથે રૂ. 420.85 પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેની લોઅર સર્કિટમાં હોવાનો દોર તૂટી ગયો છે.

સેન્સેક્સના શેરની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં વધારો અને 14 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના શેરોમાં ભારતી એરટેલ 2.77 ટકા અને TCS 2.76 ટકા ઉપર છે. HCL ટેક 2.74 ટકા અને વિપ્રો 2.24 ટકા ઉપર છે. મારુતિ 1.35 ટકા અને ટેક મહિન્દ્રા 1.23 ટકા ઉપર છે.