December 19, 2024

લાલ નિશાન સાથે માર્કેટ થયું બંધ; નિફ્ટી 22,005 પર પહોંચ્યું

Market Closing: અઠવાડિયાના પહેલા દિવસે શેર માર્કેટમાં નિરાશાજનક માહોલ જોવા મળ્યો છે. બેંકિંગ અને આઈટી સ્ટોક્સમાં વેચવાલીના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. BSE સેન્સેક્સમાં 362 અંકના ઘટાડા સાથે 72,470 અને નિફ્ટી 22,005 અંક પર બંધ થયો છે.

સેક્ટરના હાલ
આજના કારોબારમાં મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓયલ એન્ડ ગેસ, હેલ્થકેર અને ઓટોના સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે બેકિંગ, આઈટી, મીડિયા, એમએમસીજી, ફાર્મા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં મોટી ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરમાંથી 10 તેજીની સાથે જ્યારે 20 શેર ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 20 શેરમાં તેજી અને 30 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ચીનના બેઇજિંગને પછાડી મુંબઈ બન્યું અબજોપતિઓની રાજધાની

રોકાણકારોની સંપતિમાં વધારો
શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 382.52 લાખ કરોડ હતું જે છેલ્લા સત્રમાં રૂ. 382.13 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 39000 કરોડનો વધારો થયો છે. BSE ડેટા અનુસાર, આજે કુલ 4090 શેરોમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 1422 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2538 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 130 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ટોપ ગેનર અને ટોપ લુઝર
આજના ટ્રેડિંગમાં બજાજ ફાઇનાન્સ 2.18 ટકા, લાર્સન 1.38 ટકા, NTPC 1.32 ટકા, એક્સિસ બેન્ક 0.81 ટકા, બજાજ ફિનસર્વ 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે પાવર ગ્રીડ 2.07 ટકાના ઘટાડા સાથે, ભારતી એરટેલ 1.99 ટકા, વિપ્રો 1.50 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.