May 18, 2024

અરબોપતિ હોવા છતાં પણ આ બિઝનેસમેન રહે છે ભાડાના મકાનમાં!

Billionaire Businessman: અરબોની કમાણી કરનાર ઝેરોધાના ફાઉન્ડર નિખિલ કામત આજે પણ ભાડાના મકાનમાં રહે છે. તેમણે આજ સુધી ઘર નથી ખરીદ્યું. નિખિલ કામl પ્રોપર્ટીમાં રોકાણ કરવાની વિરૂદ્ધમાં છે. તેમના માટે પૈસા અને સંપતિને બંને અલગ અલગ છે. બેંગ્લોરમાં અસલી સંપતિ નથી, તે તો માત્ર એક કાગળનો મહેલ છે. આથી તે મકાનમાં રોકાણ કરવા નથી માંગતા.

શા માટે રહે છે ભાડાના મકાનમાં
નિખિલ કામત ભાડાના મકાનમાં રહે છે. તેમનું માનવું છેકે, રિયલ એસ્ટેટની કિંમત બહું વધારે ઊંચી અને ફાલતુ છે. આ અંગે તેમણે કહ્યું કે, ઘર ખરીદવાની જગ્યાએ મકાન ભાડે રાખવાનું પસંદ કરુ છું. ઘર અને ઓફિસની કિંમતો અને તેના વ્યાજદર ખુબ જ વધારે છે. આટલી કિંમતની પાછળ કોઈ તર્ક નથી. મને નથી લાગતું કે મારી આ વિચારસરણીને હું હાલ બદલી શકું છું. હું હાલ ખુબ જ ઓછું ભાડું આપી રહ્યો છું. તેની સામે ઘર ખરીદવાના કારણે બહું બધી રકમ માત્ર એક વસ્તુની પાછળ લાગી જશે અને તેની સામે રિટર્ન પણ એટલુ બધું નથી મળતું.

આ પણ વાંચો: BYJU એ ઓફિસો બાદ હવે ટ્યુશન ક્લાસ બંધ કર્યા!

માતા અને પિતા તેમની ચિંતામાં રહેતા હતા
તેણે કહ્યું કે તેણે શાળા છોડી દીધી અને કામ કરવાનું શરૂ કર્યું. તેના માતા-પિતા જેનાથી ખૂબ જ ચિંતિત હતા. તેમને મારી પાસેથી બહુ અપેક્ષા નહોતી. હું શિક્ષિત દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવું છું. અમારા પર અમારા સ્વજનોના બાળકોની જેમ સફળ થવાનું દબાણ હતું. તેમ છતાં મારા માતાપિતાએ મારી સાથે ધીરજ રાખી અને પરિસ્થિતિને સારી રીતે સંભાળી.

નેટવર્થ
વર્ષ 2010માં નિખિલે તેના ભાઈ નીતિન કામત સાથે મળીને ઝેરોધાની શરૂઆત કરી હતી. ઝેરોધા સાથે તેમણે ગૃહ, હેજ ફંડ ટ્રુ બીકન પણ શરૂ કર્યું. મની મેનેજમેન્ટ કંપની સાથે મળીને તેમણે ફિનટેક ઇન્ક્યુબેટર રેઈનમેટર અને રેઈનમેટર ફાઉન્ડેશન શરૂ કર્યું. ઝેરોધાએ તેનું ભાગ્ય બદલી નાખ્યું. નિખિલ માત્ર 34 વર્ષની ઉંમરમાં અબજોપતિ બની ગયો. ફોર્બ્સ અનુસાર, નિખિલ કામથ અને નીતિન કામતની સંયુક્ત સંપત્તિ 3.45 અબજ ડોલર છે. હવે નિખિલે તેની મોટાભાગની કમાણી દાન કરવાનો નિર્ણય લીધો છે. તેણે પોતાની કમાણીનો અડધો ભાગ ક્લાઈમેટ ચેન્જ, એનર્જી, એજ્યુકેશન અને હેલ્થના ક્ષેત્રોમાં સુધારા માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.