May 3, 2024

શેર માર્કેટની શાંત શરૂઆત, સેન્સેક્સમાં સામાન્ય વધારો

નવી મુંબઈ: ભારતીય શેર બજારની શરૂઆત આજે સપાટ થઈ છે. એક સામાન્ય લેવલ પર સેન્સેક્સ-નિફ્ટી કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં સામાન્ય વધારો થયો છે. જ્યારે નિફ્ટીમાં સામાન્ય ઘટાડા સાથે 22,100ની નીચેથી શરૂ થયો છે.

શેર માર્કેટની ઓપનિંગ
શેર બડારમાં બીએસઈના સેન્સેક્સ 19.17 અંકના વધારા સાથે 72,727 પર ખુલ્યો હતો. તો એનએસઈના 50 શેરવાળા ઈન્ડેક્સ નિફ્ટી 23 અંકના ઘટાડા સાથે 22,099ના લેવલ પર ખુલ્યો છે.

પ્રી-ઓપનિંગનું બજાર
પ્રી-ઓપનિંગમાં બીએસઈના સેન્સેક્સ 22.53 અંકની તેજી સાથે 72,730ના લેવલ પર અને એનએસઈની નિફ્ટી 16.50 અંકના ઘટાડા સાથે 22,105ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

સેન્સેક્સના શેર
સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર 9 શેરમાં તેજી સાથે કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે 21 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે શેરમાં તેજી મળી છે તેમાં પાવરગ્રિડમાં 2 ટકાનો વધારો થયો છે. તો કોટક મહેન્દ્ર બેંકમાં 1.50 ટકાની મજબુતી જોવા મળી છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.68 ટકાનો વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સના ઘટાડાની વાત કરીએ તો આજે એમએન્ડએમના શેરમાં 1.16 ટકા નીચે આવ્યો છે. બજાજ ફિનસર્વ 1.01 ટકાનો ઘટાડો થયો છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં લગભગ 1 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે.