November 17, 2024

બજેટ બાદ આજે શેરમાર્કેટમાં જોરદાર તેજી

વચગાળાના બજેટ બાદ આજે શેરબજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં જ BSE સેન્સેક્સ 72,209 પર આવી ગયો એટલે કે તે 72 હજારના સ્તરને પાર કરી ગયો. જ્યારે નિફ્ટીએ 21873ની સપાટી વટાવી દીધી છે. બેંક નિફ્ટી 427.25 પોઈન્ટ અથવા 0.93 ટકાના ઉછાળા સાથે 46,615 ના સ્તર પર પહોંચી ગયો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે કારોબારની સારી શરૂઆત થઈ છે.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSE સેન્સેક્સ આજે 332.27 પોઈન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 71,977 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 115.30 પોઈન્ટ અથવા 0.53 ટકાના મજબૂત વધારા સાથે 21,812.75 પર ખુલ્યો અને 21800 ને પાર કરી ગયો.

ટોપ ગેનર અને ટોપ લુઝર
નિફ્ટીમાં ટોપ ગેનરમાં અડાની પોટ્સ 3.75 ટકાના વધારા સાથે 1264.30 રૂપિયા પર પહોંચ્યો છે. હીપીસીએલમાં બે ટકાથી વધારાની તેજી જોવા મળી છે. હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક પણ ટોપ ગેનરમાં ચાલા રહ્યા છે.

એશિયાઈ બજારમાં તેજી
આજે ગિફ્ટ નિફ્ટી 21,903ના સ્તરની આસપાસ કારોબાર કર્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યૂચર્સ છેલ્લે 21,741 પર બંધ રહ્યું હતું. જે સેન્સેક્સ અને નિફ્ટીમાં બંપર ઉછાળાનો સંકેત આપી કહી છે. બીજી તરફ એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈ 225 0.45%ના વધારો થયો છે. જ્યારે ટૉપિક્સ 0.13%વધી ગયો છે. દક્ષિણ કોરિયામાં કોસ્પી 1.04% અને કોસ્ડેકમાં પણ 1.16%નો વધારો થયો છે.

અમેરિકી શેરબજારમાં તેજી
અમેરિકી શેરબજારમાં બેંચમાર્ક ઈન્ડેક્સોમાં તેજીની સાથે બંધ રહ્યા હતા. જેનો લાભ ભારતીય બજારોને મળી રહ્યો છે. મેટા પ્લેટફોર્મ 15% સુધી ઉછળ્યો હતો જ્યારે એમેઝોનના શેરમાં લગભગ 9%ની વૃદ્ધિ થઈ હતી.