December 19, 2024

શેર માર્કેટમાં સુસ્તી, સેન્સેક્સ 73 હજારે સ્થિર થયો

Stock Market: BSEનો સેન્સેક્સ આજે 97.98 અંક એટલે કે 0.13 ટકાના ઘટાડા સાથે 73,044ના સ્તર પર ખુલ્યો હતો. એનએલઈના નિફ્ટી 43.50 અંક એટલે કે 0.20 અંકના ઘટાડા સાથે 22,169ના લેવલ પર ખુલ્યું છે. આજે નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મેટલ, આઈટી, રિયલ્ટી શેરમાં સુસ્તીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના શેરના હાલ
BSE સેન્સેક્સમાં 30 માંથી 12 શેરમાં ઉછાળો સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 18 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના ટોપ ગેનર એલએન્ડટીમાં 1.64 ટકાનો વધારો તો પાવરગ્રિડમાં 1.22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે ટાટા મોટર્સ. એસબીઆઈ, એમએન્ડએમ અને બજાજ ફિનસર્વના શેરમાં વધારો જોવા મળ્યો છે.

નિફ્ટીના શેર
નિફ્ટીના શેરની વાત કરીએ તો 50 શેરમાંથી 21 શેરમાં તેજી જોવા મળી છે તો 29 શેરમાં લાલ નિશાન જોવા મળ્યું છે. અહીં પણ એલએન્ડટી ટોપ ગેનર રહ્યું છે. તો પાવરગ્રિડ બીજા સ્થાન પર છે. બજાજ ઓટો, ટાટા મોટર્સ અને ડૉ. રેડ્ડીઝ લૈબ્સના શેરમાં વધારે મજબૂતી જોવા મળી છે.

સેક્ટર અનુસાર કેવુ રહ્યુ બજાર
એનએસઈના બધા સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડાની સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. સૌથી વધારે આઈટી, રિયલટી અને ઓયલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીની ઓપનિંગની સાથે સામાન્ય તેજી જોવા મળી હતી, પરંતુ બજારમાં સુસ્તી જોવા મળતા ફરી નીચે આવ્યું છે.

NSEમાં ટોપ ગેનર અને ટોપ લુઝર
એનએસઈમાં કુલ 2370 શેર ટ્રેડ કરી રહ્યા છે. જેમાંથી 1064 શેરમાં તેજી જોવા મળી છે, જ્યારે 1203 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 103 શેરમાં કોઈ બદલાવ નથી. એનએસઈના 90 શેરમાં અપર શર્કિટ છે તો 53 શેરમાં લોઅર સર્કિટ છે. 147 શેરમાં 52 અઠવાદડિયાની ઊંચાઈ પર છે. જ્યારે 10 શેરમાં એક વર્ષમાં નીચેના સ્તર પર ટ્રેડ થયા હતા.