January 5, 2025

શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, મિકડેપ 49000ને પાર

અમદાવાદ: શેર માર્કેટમાં આજે અઠવાડિયાની પહેલી દિવસની શરૂઆત શાનદાર રહી છે. કંપનીઓના જોરદાર ક્વાર્ટરના પરિણામો, કાચા તેલના ભાવમાં ઘટાડો અને ગ્લોબલ સંકેતોના કારણે બજારમાં રોકાણકારોએ જોરદાર ખરીદી કરી છે. FMCG અને કંઝ્યુમર ડ્યૂરેબલ્સ સ્ટોક્સની ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટીનું મિડકેપ ઈન્ડેક્સ 49,000ના આંકડાને પાર પહોંચવામાં સફળચા મળી છે. આજનું બજાર બંધ થાય એ સમયે BSE સેન્સેક્સ 560 અંકના ઉછાળા સાથે 73,648 અને નિફ્ટીમાં 190 અંકના ઉછાલ સાથે 22,336 અંક પર બંધ કરવામાં થયું છે.

માર્કેટ કેપમાં 4.24 લાખનો ઉછાળ
ભારતીય શેર બજારમાં રોકાણકારો દ્વારા ખરીદી થવાના કારણે જોરદાર ઉછાળ જોવા મળ્યું છે. જેના કારણે માર્કેટ કેપિટલાઈજેશનમાં વધારો થાય છે. BSE લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ કેપ 397.86 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયું છે. જે ગત સત્રમાં 393.47 લાખ કરોડ રૂપિયા હતું. આજના ટ્રેડિંગ સત્રમાં માર્કેટ કેપ 4.36 લાખ કરોડ રૂપિયા પર ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: PM મોદીનો ટોણો: ‘અલીગઢમાં એવું તાળું લગાવ્યું છે, રાજકુમારોને ચાવી નથી મળી રહી’,

માર્કેટમાં તેજી
બજારમાં સૌથી વધુ ઉછાળો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં જોવા મળ્યો છે, જેના કારણે નિફ્ટીના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 2.40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફાર્મા, ઓટો, આઈટી, બેન્કિંગ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે બંને ઈન્ડેક્સ મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરો ઉછાળા સાથે અને માત્ર 6 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 ઘટ્યા.

સ્ટોર ગેનર અને લૂઝર
લાર્સનનો શેર 2.70 ટકા, એક્સિસ બેન્ક 2.45 ટકા, બજાજ ફાઇનાન્સ 2.32 ટકા, SBI 2.12 ટકા, વિપ્રો 2.02 ટકા, ઇન્ફોસિસ 1.62 ટકા, HCL ટેક 1.56 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે NTPC 1.82 ટકા, JSW સ્ટીલ 1.08 ટકા, HDFC બેન્ક 1.04 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.