આખા દિવસની તેજી બાદ માર્કેટ લાલા નિશાન સાથે બંધ
Stock Market Closing: આજે શેર માર્કેટ ભારતીય શેર બજાર માટે ખુબ જ નિરાશાનજક સાબિત થયું છે. બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. એ સમયે સેન્સેક્સમાં 530 અંકની તેજી જોવા મળી હતી. તો નિફ્ટીમાં 175 અંકનો વધારો દેખાઈ રહ્યો હતો, પરંતુ ઉપરના લેવલ પરથી શરૂ થયેલી નફાવસુલીના કારણે બજાર ઘડામ દઈને નીચે આવ્યો હતો. નિફ્ટી આજે 366 અને સેન્સેક્સ 1100 અંકના ઘટાડા સાથે ખુબ જ નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે માર્કેટ બંધ થવા સમયે BSE સેન્સેક્સ 454 અંકના ઘટાડા સાથે 72,489 અને નિફ્ટી 152 અંકના ઘટાડા સાથે 21,996 પર ક્લોઝ થયું હતું. નિફ્ટી 22,000ની નીચે આવ્યું હતું.
સેક્ટરની સ્થિતિ
આજે માર્કેટમાં મીડિયા સેક્ટરના સિવાય બધા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેકિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, કંઝ્યુમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓયલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઘટાડો સાથે બંધ થયો છે.
આ પણ વાંચો: ગૌતમ અદાણીને ‘આફતમાં મળ્યો અવસર’, ઈઝરાયલને આપી રહ્યા છે ડ્રોન
Nestle ઈન્ડિયાના શેર તૂટ્યો
નિફ્ટી બેન્ક પણ 426 પોઈન્ટ ઘટીને 47,058ના સ્તરે આવી ગયો હતો. શેરબજારમાં ઘટાડાની વચ્ચે નેસ્લે ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. નેસ્લે ઈન્ડિયાનો શેર 3.66 ટકા ઘટીને 2453ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ ક્રેશ હોવા છતાં, ભારતી એરટેલનો શેર 5.07 ટકા વધીને રૂ. 1274ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
નેસ્લે ઈન્ડિયાના શેરમાં આ તીવ્ર ઘટાડો એ સમાચાર પછી અચાનક આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કંપની બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાંડનો ઉપયોગ કરી રહી છે અને આ સંબંધમાં રિપોર્ટ આવ્યા બાદ હવે તે સરકારના સ્કેનર હેઠળ છે. નેસ્લેની સાથે, લાર્જ કેપ શેરોમાં, એક્સિસ બેંક 3.12%, ટાઇટન 2.39%, ABB ઈન્ડિયા 4.42%, અપોલો હોસ્પિટલ 4% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.
રોકાણકારોને નુકસાન
જો આપણે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પાછળના કારણો વિશે વાત કરીએ તો, ભૌગોલિક રાજકીય તણાવ અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગની અસર વૈશ્વિક સ્તરે ઘટાડા સ્વરૂપે દેખાઈ રહી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ (ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ) ચાલુ છે અને તેના વધવાની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસના ઘટાડા પર નજર કરીએ તો શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે રોકાણકારોની રૂ. 8 લાખ કરોડની સંપત્તિ ખતમ થઈ ગઈ છે.