December 19, 2024

અઠવાડિયાના પહેલા જ દિવસે શેર માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ

Stock Market Closing: સપ્તાહના પહેલા દિવસો ભારતીય શેર માર્કેટના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો છે. માર્કેટમાં વેચવાલીના કારણે જોરદારના ઘટાડા સાથે બંધ થયો છે. બેંકિંગ અને એનર્જી સ્ટોક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સ પણ ગગડ્યા હતા. આજનો કારોબાર બંધ થાય એ સમયે BSE સેન્સેક્સ 617 અંકના ઘટાડા સાથે 74,000ની નીચે 73,502ના અંક પર બંધ રહ્યા છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 161 અંકના ઘટાડા સાથે 22,332 પર બંધ થયો છે.

માર્કેટ વેલ્યૂમાં ઘટાડો
બજારમાં ઘટાડાના કારણે માર્કેટ કેપિટલાઈજેશનમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેજ સ્ટોક્સના માર્કેટ વેલ્યૂ ઘટીને 389.60 લાખ કરોડ રૂપિયા પર આવ્યો છે. તો ગત સત્રમાં 392.75 લાખ કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં રોકાણકારોના 3.15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં હેલ્થકેર અને ફાર્મા સિવાયના બધા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી 507 અંકના ઘટાડા સાથે બંધ થયું છે. આ ઉપરાંત ઓટો, આઈટી એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ અને કંઝ્યુમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. મિડકૈપ અને સ્મોલકેપ શેરમાં નફાવસુલી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાંથી 8 શેરમાં તેજી અને 22 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટીના 50 શેરમાંથી 20 શેરમાં તેજી અને 30 શેર લાલા નિશાન સાથે બંધ થયા છે.

આજના ટોપ ગેનર
શેર માર્કેટમાં આજે ઓપોલો હોસ્પિટલ 2.58 ટકા, નેસ્લે 1.97 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શયોરેન્સ 1.44 ટકા, હિંડાલ્કો 1.28 ટકા, સિપ્લા 1.27 ટકા, બજાજ ફિનસર્વ 1.01 ટકાની તેજી સાથે બંધ થયા છે. જ્યારે ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ્સ 3.24 ટકા, બજાજ ઓટો 2.47 ટકા, પાવર ગ્રિડ 2.43 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.