May 3, 2024

3 કલાકમાં TATAના 5 શેરમાં ઘટાડો, 20 હજાર કરોડનું નુકસાન

TATA Group: ટાટા મોટર્સના સ્પિલિટ અને તે બાદ ટાટ સન્સના IPOના કારણે ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. ગત સપ્તાહે સૌથી વધારે તેજી ટાટા કેમિકલ્સના શેરમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ ટાટા ગ્રુપની ઘણી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ્સના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે તેમાં લોઅર સર્કિટ લાગી ગયું. જેનું મુખ્ય કારણ ટાટા સન્સની લિસ્ટિંગને લઈને કોઈ સચોટ જાણકારી નહીં મળવાનું માનવામાં આવે છે.

ટાટા ગ્રુપના શેર બજારમાં લિસ્ટેડ શેરની વાત કરીએ તો 5 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કેમિકલ્સ, ટાટા કંઝ્યુમર અને ટાટા પાવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા ગ્રુપના સૌથી વેલ્યૂએબલ કંપની ટાટા કન્સલ્ટેંસી સર્વિસ આ તમામ વસ્તુથી બહાર છે. આજના ઘટાડાના કારણે ટાટા ગ્રુપની કંપનીઓની ટોટલ માર્કેટ કેપિટલાઈજેશનમાં હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ટાટા ગ્રુપની 5 મોટી કંપનીઓને નુકસાન
ટાટા ગ્રૂપની 5 મોટી કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં થયેલા નુકસાન પર નજર કરીએ તો સૌથી મોટો ઘટાડો ટાટા કેમિકલ્સમાં થયો છે. બપોરે 12 વાગ્યા સુધી કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (MCAP)ની આ સ્થિતિ છે.

ટાટા સ્ટીલ: 7 માર્ચે બજાર બંધ થઈ એ સમયે ટાટા સ્ટીલનો એમકેપ રૂ. 1,96,302.13 કરોડ હતો. જે 11 માર્ચે બપોરે 12 વાગ્યે રૂ. 1,91,995.35 કરોડ થયો હતો. આ રીતે તેના MCAPમાં 4,306.78 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

ટાટા મોટર્સઃ કંપનીના વિભાજનના સમાચારને કારણે ટાટા ગ્રુપના શેરમાં વધારો થવા લાગ્યો. તેનું માર્કેટ કેપ 7 માર્ચે રૂ. 3,45,284.19 કરોડ હતું. જે 11 માર્ચે ઘટીને રૂ. 3,40,433.90 કરોડ થયું હતું, આમ રોકાણકારોને રૂ. 4,850.29 કરોડનું નુકસાન થયું હતું.

ટાટા કેમિકલ્સઃ આ કંપનીના શેર ટાટા ગ્રુપના શેરમાં નીચી સર્કિટને સ્પર્શ્યા હતા. તેનો એમકેપ 7 માર્ચે રૂ. 33,497.90 કરોડ હતો. જે 11 માર્ચે ઘટીને રૂ. 29,989.91 કરોડ થયો હતો. આ રીતે રોકાણકારોએ 3508 કરોડ રૂપિયા ગુમાવ્યા.

ટાટા કન્ઝ્યુમરઃ 7 માર્ચે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,20,152.46 કરોડ હતું. જે 11 માર્ચે ઘટીને રૂ. 1,16,646.04 કરોડ થયું હતું. આ રીતે, તેના કુલ એમકેપમાં રૂ. 3,506.42 કરોડનો ઘટાડો થયો છે.

ટાટા પાવર: ટાટા પાવરનો એમકેપ છેલ્લા ટ્રેડિંગ દિવસમાં રૂ. 1,35,785.95 કરોડ પર બંધ થયો હતો. જે 11 માર્ચે બજાર ખૂલ્યા પછી બપોરે 12 વાગ્યા સુધીમાં ઘટીને રૂ. 1,31,632.01 કરોડ પર આવી ગયો હતો. આ રીતે રૂ. 4,153.94 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

ટાટા સન્સના લિસ્ટિંગનો મામલો શું છે?
ટાટા સન્સના લિસ્ટિંગને કારણે ટાટા ગ્રુપના શેર બજારમાં ડૂબી ગયા હતા. વાસ્તવમાં, ટાટા સન્સ ટાટા જૂથની હોલ્ડિંગ કંપની છે જે જૂથની ઘણી કંપનીઓમાં પ્રાથમિક રોકાણકાર છે. ભારતીય રિઝર્વ બેંકે આ કંપનીને ઉપલા સ્તરની NBFC તરીકે વર્ગીકૃત કરી છે. જેના કારણે ટાટા સન્સને સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ થવું પડશે. બીજી તરફ ટાટા ગ્રુપ તેના વિકલ્પો શોધી રહ્યું છે.