November 14, 2024

શેર માર્કેટ પહેલા દિવસે જ લાલ નિશાનથી થયું બંધ

Stock Market Closing: અઠવાડિયાના પહેલા કારોબારી દિવસમાં ભારતીય શેર બજારમાં રોકાણકારો ખુબ જ ઉદાસ થયા છે. બજારમાં રોકાણકારોએ જોરદાર નફાવસુલી કરી હતી. આઈટી અને બેકિંગ સ્ટોક્સના નેતૃત્વમાં આ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 73000ની નીચે ગગડીને બંધ થયો છે. આજનું માર્કેટ બંધ થાય એ સમયે બીએસઈ સેન્સેક્સ 352 અંકના ઘટાડા સાથે 72,790 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 91 અંકના ઘટાડા સાથે 22,122 અંક પર બંધ થયો છે.

સેક્ટરનો હાલ
આજના ટ્રેડમાં આઈટી અને બેકિંગ શેરમાં ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટી આઈટી 447 અંક અને બેકિંગ નિફ્ટી ઈન્ડેક્સ 235 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ફાર્મા, મેટલ્સ, મીડિયા, કંધ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના સ્ટોકમાં ઘટાડા સાથે બંધ થયું છે. મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ પણ ઘટાડા સાથે બંધ થયો છે. ઓટો, એનર્જી, ઈન્ફ્રા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરથી સ્ટોક્સ તેજીની સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરમાંથી 5 શેરમાં તેજી અને 25 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટીના 50 શેરમાંથી 13 શેરમાં તેજી અને 37 શેરમાં ઘટાડા સાથે બંધ થયો છે.

માર્કેટ વેલ્યુમાં ઘટાડો
શેરમાર્કેટમાં ઘટાડાની કારણે માર્કેટ કેપિટલાઈજેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં વિસ્ટેડ સ્ટોકની માર્કેટ કેપ 392.05 લાખ કરોડ રૂપિયા પર બંધ થયો છે. જે છેલ્લા સત્રમાં 392.81 લાખ કરોડ રૂપિયા હતા. આજના ટ્રેડમાં રોકાણકારોની સંપતિમાં 76,000 કરોડ રુપિયાનો ઘટાડો થયો છો.

ટોપ ગેનર અને લુધર શેર
તેજી વાળા શેર પર નજર કરીએ તો લાર્સન 2.36 ટકા, પાવર ગ્રિડ 1.97 ટકા, એચયુએલ 0.38 ટકા, એચડીએફસી બેંક 0.10 ટકા, નેસ્લે 0.08 ટકાની તેજી સાથે બંધ થયો છે. ગગડવા વાળા શેરની વાત કરીએ તો એશિયન પેન્ટસ 3.90 ટકા, ટાટા સ્ટીલ 1.99 ટકા, ટાઈટન કંપની 1.95 ટકા, ટેક મહિન્દ્રા 1.82 ટકા, ભારતી એયરટેલ 1.46 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે.