રાજકોટવાસીઓ આનંદો…. અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઇ ખાસ સેવા
રાજકોટ: રાજકોટવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ST વિભાગ રાજકોટથી અમદાવાદ એરપોર્ટની AC વોલ્વો બસ સેવા શરૂ કરવા જઇ રહી છે. આ સેવા આગામી પાંચમી ફેબ્રુઆરીથી બસ સેવાનો પ્રારંભ થશે. નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે બસ ઉપડશે અને રાજકોટથી સાંજે 5 વાગ્યે બસ ઉપડશે.
મળતી માહિતી અનુસાર ST વિભાગ રાજકોટથી અમદાવાદ એરપોર્ટની AC વોલ્વો બસ સેવા શરૂ કરશે. આ બસ એરપોર્ટથી નરોડા, ગીતા મંદિર, નહેરુનગર, લીમડી ચોટીલા હાઇવે રુટ પર દોડશે. જેનું ભાડું 553 રૂપિયા રહેશે.
ઉલ્લેખનીય છે કે હવે મુસાફરોને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી ખાનગી બસોમાં વધુ રૂપિયા ચૂકવવા નહિ પડે. ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ ટ્રાન્સપોર્ટશનની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. જેનાથી તમે અમદાવાદ એરપોર્ટથી સીધા રાજકોટ પહોંચી શકશો. કારણકે હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે જેની ટિકીટનો ભાવ ઘણો મોંઘો હોય છે. તેમજ આ રૂટમાં મુસાફરોને ઘરબેઠાં નિગમની વેબસાઈટ www.gsrtc in ઉપર તેમજ મોબાઈલ એપ Google Play Store માં GSRTC Official Download બુકિંગનો પણ લાભ મળી શકશે.