અક્ષરધામ મંદિરમાં દીપોત્સવનો અદભૂત નજારો, જુઓ PHOTOS
ગાંધીનગર: દિવાળીના તહેવારને લઈને ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ મંદિર ખાતે દીપોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
31 ઓક્ટોબર થી 8 નવેમ્બર સુધી અક્ષરધામ મંદિર ખાતે દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા 32 વર્ષથી ગાંધીનગર ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિર ખાતે દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
માહિતી મુજબ, 31 ઓકટોબરથી 8 નવેમ્બર દરમિયાન સાંજે 6 વાગ્યાથી 7.45 સુધી હજારો દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવશે. જેને લઈને અક્ષરધામ મંદિર ખાતે હજારો દીવડાઓ સહિત લો ગાર્ડનનો અદભૂત નજારો જોવા મળશે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષરધામ મંદિર 10 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠશે.
વધુમાં, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 4 નવેમ્બરના રોજ મંદિર પ્રજાજનો માટે ખુલ્લું રહેશે. પ્રતિ દિવસ 20થી 25 હજાર લોકો દિવાળીના તહેવાર દરમિયાન અક્ષરધામ મંદિરની મુલાકાત લે છે.
આ ઉપરાંત 11 નવેમ્બરના રોજ અક્ષરધામ મંદિરની શોભામાં વધારો થઈ રહ્યો છે. 11 નવેમ્બરના રોજ મહંત સ્વામીની નિશ્રામાં ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઉંચી તપો મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.