May 19, 2024

દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી તરીકે નવા નિયુક્ત થયેલા પ્રેમવીરસિંહે ચાર્જ સંભાળ્યો

south gujarat range ig premvir singh took charge

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બાબતે કોઈપણ શેહશરમ રાખવામાં આવશે નહીં. રેન્જ આઇજી પ્રેમવિરસિંહના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લામાં અધિકારીઓ સાથે પરમર્શ કરવામાં આવશે. બીજા અધિકારી કરતાં અલગ શૈલીને લઈને ગુજરાતમાં જાણીતા બન્યા છે.

અમદાવાદમાં રેન્જ આઈ.જી તરીકે ફરજ બજાવતા નવા નિયુક્ત થયેલા પ્રેમવિરસિંહને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સવારે 11:30 વાગ્યા પછી તેમણે વિધિવત ચાર્જ લઈ લીધો હતો. દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે ગ્રામીણ પ્રજાને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં તેમની કાર્યશૈલીને કારણે તેમના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓના ક્લાસ લેવામાં આવશે. જેથી કરીને ગ્રામીણ પ્રજાને તટસ્થ અને નિષ્ઠાવાન ન્યાય આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના રેન્જ આઇજી તરીકે વી. ચંદ્રશેખરની બદલી કરી દિલ્હી CBIમાં તેમને મોકલવામાં આવ્યા છે. જેને લઈને છેલ્લા ઘણા સમયથી રેન્જ આઈ.જીનો ચાર્જ ઇન્ચાર્જમાં સુરત સેક્ટર-1ના એડિશનલ કમિશનર વાબાંગ જામીરને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પહેલી ફેબ્રુઆરીથી લઈને પોલીસ કમિશનર સુરતનો પણ ચાર્જ એમની પાસે હતો. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમય બાદ સિનિયર આઇપીએસની બદલીઓ રજાના દિવસ હોવા છતાં 14 એપ્રિલે કરવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જમાંથી અમદાવાદ શહેરમાં ક્રાઈમના સંયુક્ત કમિશનર તરીકે અને ત્યારબાદ અમદાવાદ રેન્જ આઈજી તરીકે ફરજ બજેવી ચૂકેલા નિયુક્ત થયેલા પ્રેમવિરસિંહને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

15 એપ્રિલે સવારે સાડા અગિયાર વાગે તેમને વિધિવત્ ગાર્ડ ઓફ ઓનર સુરત જિલ્લાના અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે સુરત જિલ્લાના એસપી હાલમાં આઈજી તરીકે પ્રમોટ થયેલા હિતેશ જોયસર વિધિવત રેન્જ આઈજીની ઓફિસમાં લઈ ગયા હતા. ઇન્ચાર્જ આઈજી અને એડિશનલ ડીજીપી વાબાંગ જામીર સાથે દક્ષિણ ગુજરાતના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાને પરમર્શ કરવામાં આવી હતી. તેમજ કાયદો વ્યવસ્થા સાથે કઈ કઈ સમસ્યા ગ્રામીણ પ્રજાઓમાં થઈ રહી છે, તેનો તાગ મેળવ્યો હતો.

આ સંદર્ભે રેન્જ આઇજી પ્રેમવીર સિંહને આઈજી ઓફિસના ડીવાયએસપી એએમ પરમાર ઓફિસની કામગીરીની રૂપરેખા પણ બતાવી હતી. નવા રેન્જ આઈજી નિયુક્ત થયેલા પ્રેમવીર સિંહ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 78 પોલીસ સ્ટેશનનો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામીણ પ્રજાઓને ન્યાય મળે તે બાબતના પ્રયાસ હાથ ધરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રશ્નો બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. રેન્જ આઈજી પ્રેમવીર સિંહ કાર્યશૈલીથી ગુજરાતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ વિભાગમાં વાફેક છે અને તેમના પ્રજાલક્ષી નિર્ણયને લઈને સમાજમાં અને રાજ્ય સરકારમાં તેમનું કદ ઘણું મોટું છે.