November 15, 2024

Suryakumar Yadav નહીં, Shubman Gill છે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય?

Shubman Gill: સૂર્યકુમાર યાદવને તાજેતરમાં જ ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે શ્રીલંકા પ્રવાસ પર ટીમની કમાન સોંપવામાં આવી છે. આ વાતથી તો એવું લાગી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવ ટી-20માં ભારતનો કાયમી કેપ્ટન છે. આ વિશે ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે શુભમન ગિલ એવો ખેલાડી છે જે ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે.
પ્રથમ નજરે પ્રભાવિત
રાઠોડે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યારે તેણ ગીલને પહેલી વારે બેટિંગ કરતા જોયો ત્યારથી હું તેનાથી પ્રભાવિત થઈ ગયો હતો. જ્યારે મેં તેને પહેલીવાર જોયો, ત્યારે મારા મગજમાં સવાલ થયો હતો કે આ અત્યંત પ્રતિભાશાળી કોણ છે? તેણે વધુમાં કહ્યું કે ગિલે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું અને પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતને 4-1થી જીત અપાવી હતી.
કેપ્ટન્સી વિરાટ અને રોહિતમાં
રાઠોડે વધુમાં કહ્યું, ” મને લાગે છે કે કેપ્ટન્સીમાં તે વિરાટ અને રોહિત જેવો જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે ગિલ જેવા યુવા ખેલાડી માટે તે સારું છે જે ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. હાલ તો ગિલને T20 અને ODI ટીમમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની પાછળની વિચારસરણી એ છે કે ટીમ મેનેજમેન્ટે ગિલને તૈયાર કરવો છે. લાસ્ટમાં રાઠોડે કહ્યું કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે.