December 24, 2024

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા, ભારતના લોકો પણ દુ:ખી

ભારત 126માં નંબર પર હોવાનો અર્થ એ છે કે અહીંના લોકો ખુશ નથી પણ દુ:ખી છે. (પ્રતિકાત્મક તસવીર)

World Happiness Report: દુનિયામાં લોકો કેટલા ખુશ અને કેટલા દુ:ખી છે તે માપવા માટે ઘણા પ્રકારના માપદંડો સેટ કરવામાં આવ્યા છે, જ્યારે દર વર્ષની જેમ, દેશના લોકો કેટલા ખુશ અને કેટલા દુ:ખી છે તે માપવા માટે આ વર્ષે પણ વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ રિપોર્ટ (World Happiness Report 2024) આવી ગયો છે અને આ રિપોર્ટમાં ફિનલેન્ડ ટોચ પર છે. જીહા, એ જ ફિનલેન્ડ કે જેના પર રશિયાએ તાજેતરમાં પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી અને પોતાની સરહદ પર સેનાની સાથે મોટા-મોટા ટેન્ક તૈનાત કરી દીધા છે. આ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડના લોકો સૌથી વધુ ખુશ છે.

અમેરિકા 23માં સ્થાન પર
રિપોર્ટમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)ને 23માં નંબર પર રાખવામાં આવ્યું છે. જ્યારે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેને 20માં સ્થાને રાખવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ડેનમાર્ક ફિનલેન્ડ પછી બીજા ક્રમે છે. એટલે કે ડેનમાર્કના લોકો દુનિયામાં બીજા નંબરે સૌથી વધુ ખુશ છે. જ્યારે દુનિયાનો સૌથી મજબૂત દેશ હોવાનો દાવો કરનાર ચીન આ યાદીમાં 60માં નંબર પર છે.

ક્યાં છે ભારત
આ રિપોર્ટમાં ભારતને 126માં નંબરે (Indian In World Happiness Report) રાખવામાં આવ્યું છે જે થોડી નિરાશાજનક છે. ભારત 126માં નંબર પર હોવાનો અર્થ એ છે કે અહીંના લોકો ખુશ નથી પણ દુ:ખી છે. 143 દેશોની આ યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચે એટલે કે સૌથી દુ:ખી દેશ છે. અગાઉ યુદ્ધગ્રસ્ત લેબનોન 142માં નંબરે હતું.

આફ્રિકન દેશોમાં રહે છે સૌથી વધુ દુ:ખી લોકો
આ અહેવાલમાં એક ચોંકાવનારો ભાગ આફ્રિકન દેશોને લઇને છે. વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સના આ રિપોર્ટમાં આફ્રિકન દેશોને સૌથી નીચેના સ્થાને રાખવામાં આવ્યા છે. જેમાં-

106- નામિબિયા
109- નાઇજર
112- ગામ્બિયા
114-કેન્યા
115- ટ્યુનિશિયા
117- યુગાન્ડા
120- ઘાના
121-લાઇબેરિયા
122- માલી
123-મેડાગાસ્કર
124-ટોગો
125- જોર્ડન
130-ઇથોપિયા
131-તાંઝાનિયા
134-ઝામ્બિયા
136- મલાવી
137-બોત્સ્વાના
138- ઝિમ્બાબ્વે
139- કોંગો
141- લેસોથો

આ ઇંડેક્સ અનુસાર, આફ્રિકી મહાદ્વીપના મોટા ભાગના દેશોના લોકો સૌથી વધુ દુ:ખી છે.