શિમલા મસ્જિદ વિવાદમાં નવો વળાંક, જાણો સંજૌલી મસ્જિદમાં કમિટીએ શું માગ કરી
Shimla: શિમલાના સંજૌલી વિસ્તારમાં બુધવારે મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ મસ્જિદના ગેરકાયદે બાંધકામનો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનિક લોકો 5 કલાકથી વધુ સમય સુધી રસ્તા પર હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું, પોલીસે દેખાવકારોને રોકવા માટે બેરિકેડ પણ લગાવ્યા, પરંતુ ગુસ્સે થયેલા લોકોએ તેમને પણ તોડી નાખ્યા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ અને મહિલાઓ સહિત 10 જેટલા લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવું જોઈએ અથવા તેને સીઝ કરવું જોઈએ. સમિતિએ સ્વીકાર્યું કે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ થયું છે, તેમના કારણે બહારના લોકો આવ્યા છે. આ કારણે હિમાચલમાં ભાઈચારાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને શિમલાની મસ્જિદ સમિતિઓ અને વક્ફ બોર્ડે સાથે બેસીને ગેરકાયદે બાંધકામ હટાવવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય સમિતિએ સ્વીકાર્યું કે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. સમિતિએ કહ્યું કે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ મસ્જિદ સીઝ કરી લેવામાં આવે. બુધવારે સમગ્ર સંજૌલી મસ્જિદમાં ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો થયો હતો. આ અંગે ભારે દેખાવો પણ થયા હતા. મુસ્લિમ પક્ષના આ યુ-ટર્ન બાદ આ મામલો થાળે પડી જશે, હવે હિન્દુ પક્ષ મુસ્લિમ કમિટી કેવો નિર્ણય લે છે તેના પર પોલીસ નજર રાખી રહી છે.
વિરોધ કરો, પરંતુ સંપત્તિને નુકસાન ન કરો
શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માગણી માટે બુધવારે યોજાયેલ વિરોધ માર્ચ બોલાવવામાં આવી હતી, જેના પર સીએમ સુખુએ કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આ વિરોધ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વિના થવો જોઈએ તેમણે કહ્યું કે આ કેસની સુનાવણી સ્થાનિક મ્યુનિસિપલ કોર્ટમાં ચાલી રહી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે.
જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે સરકાર પરિસ્થિતિ બગડવાની ગંભીરતાથી ચિંતિત છે અને તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, “અમે કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના સંપર્કમાં છીએ અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના પ્રભારી રાજીવ શુક્લા સાથે વાત કરી છે. તેઓ પણ ચિંતિત છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. “
“જય શ્રી રામ” અને “હિંદુ એકતા ઝિંદાબાદ” ના નારા લગાવતા સેંકડો વિરોધીઓ સબઝી મંડી ધલ્લી ખાતે એકઠા થયા અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરીને વહીવટીતંત્રની ચેતવણીની અવગણના કરી અને સંજૌલી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. તેઓએ ધલ્લી ટનલ પાસે મૂકેલા બેરિકેડ્સને તોડી નાખ્યા. જ્યારે કેટલાક હિંદુ જૂથોના કોલ પર એકઠા થયેલા સંજૌલીમાં પ્રવેશ્યા અને મસ્જિદની નજીકના અન્ય બેરિકેડ્સ તોડી નાખ્યા, ત્યારે પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો.
બેરિકેડ તોડ્યા, સૂત્રોચ્ચાર કર્યા
આ દરમિયાન પોલીસે હિંદુ જાગરણ મંચના સેક્રેટરી કમલ ગૌતમ સહિત કેટલાક દેખાવકારોની અટકાયત કરી હતી અને ફરીથી મસ્જિદ પાસે બેરિકેડ લગાવી દીધા હતા. પરંતુ વિરોધીઓ ત્યાંથી હટવા તૈયાર ન હતા. તેઓ સતત પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સતત અપડટે ચાલું છે…