મોદીજી તમે ઈતિહાસ બદલી દીઘો છે- શિલ્પા શેટ્ટી
રામ મંદિર: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશ માટે ગર્વની વાત હતી. આ માટે દરેક ભારતીય દેશના વડાપ્રધાનના વખાણ કરતા થાકતા નથી. આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ કંઈક આવું જ કર્યું છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ અયોધ્યામાં રામ મંદિરના સફળ પ્રાણ પ્રતિષ્ઠા માટે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો. અભિનેત્રીએ પત્રમાં પીએમને સંબોધીને તેમના ભારતના કરોડો લોકોના સપનાને સાકાર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. શિલ્પાએ પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
શિલ્પા શેટ્ટીએ પત્રમાં લખ્યું, ‘આદરણીય મોદીજી, કેટલાક લોકો ઈતિહાસ વાંચે છે. કેટલાક લોકો ઇતિહાસમાંથી શીખે છે. પણ તમારા જેવા લોકો ઈતિહાસ બદલી નાખે છે. તમે રામજન્મભૂમિનો પાંચસો વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો છે. દિલથી તમારો આભાર. આ શુભ કાર્યથી તમારું નામ પણ ભગવાન શ્રી રામના નામ સાથે કાયમ માટે જોડાઈ ગયું. નમો રામ! જય શ્રી રામ!’ અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી.
सुप्रसिध्द अभिनेत्री @TheShilpaShetty जी यांनी नुकताच पंतप्रधान नरेंद्र मोदीजींना पत्र लिहून त्यांचे आभार मानले.
५ शतकांपासून श्रीरामांना वनवास घडत होता. अखेर तो वनवास संपला. तेही मोदीजींच्या प्रयत्नांमुळे.. यासाठीच शिल्पाजींनी पंतप्रधानांचे आभार मानले आहेत.… pic.twitter.com/LTqpjGolLK— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) February 12, 2024
બીજેપીએ શિલ્પા શેટ્ટીના વખાણ કર્યા
ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્રના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલે ટ્વિટર પર તેમની પ્રશંસા કરી છે અને તેમના પત્રનો ફોટો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું, ‘પ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટીજીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર માન્યો છે. શ્રી રામ 5 સદીઓ સુધી વનવાસમાં રહ્યા. અંતે એ વનવાસનો અંત આવ્યો. તે પણ મોદીજીના પ્રયાસોને કારણે.. શિલ્પાજીએ આ માટે વડાપ્રધાનનો આભાર માન્યો છે.
આ સેલેબ્સ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવી હતી
22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, અનુપમ ખેર, રજનીકાંત, રામ ચરણ, સચિન તેંડુલકર, વિવેક ઓબેરોય, હેમા માલિની, અનિલ કુંબલે, કૈલાશ ખેર સહિતની ઘણી જાણીતી હસ્તીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું હતું.