May 17, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું કરશે ઉદ્ધાટન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અબુ ધાબીમાં મંદિરનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE આવ્યા છે. આ મંદિર એટલું ભવ્ય છે કે દુનિયાના લોકોને આકર્ષે છે. 27 એકરમાં આ મંદિર બનાવામાં આવ્યું છે. ઊંચાઈની વાત કરવામાં આવે તો 108 ફૂટ ઊંચું મંદિર અજાયબી જેવું લાગે છે. તમને જણાવી દઈએ આ મંદિરને ફરતે ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે. જે વિશાળ કન્ટેનરમાં ભારતથી લાવવામાં આવ્યું હતું.

સ્વામી મહારાજને એક વિચાર
વર્ષ 1997માં તે સમયના BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજને એક વિચાર આવે છે અને આ સપનું પૂરું થાય તે પહેલાં જ તેઓ નિર્વાણ પામે છે. ત્યારે તેમનું આ અધૂરું સ્વપ્ન ત્યારબાદ BAPSની ધૂરા સંભાળનારા મહંત સ્વામી આગળ ધપાવે છે. કુલ 26 વર્ષના લાંબા સમયગાળા બાદ પ્રમુખ સ્વામી મહારાજનું આ સપનું પૂરું થાય છે. ત્યારે 14મી ફેબ્રુઆરી, 2024ના દિવસે એટલે કે આજના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત BAPSના વડા મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદધાટન કરવાના છે.

ભક્તોને સ્વામીની ખાસ અપીલ
મંદિરના વડાએ જણાવ્યુ હતુ કે, ‘14મી ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન છે. ત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન જેમણે કરાવ્યું છે. તે લોકો જ તેમાં હાજર રહી શકશે. બાકીના તમામ લોકોને 1 માર્ચ પછી મુલાકાત લેવા માટે અપીલ કરું છું.’બ્રહ્મવિહારીદાસ સ્વામી જણાવે છે કે, ‘વિદેશી મુલાકાતીઓને આ મંદિરમાં ભારે રસ છે. સૌથી વધારે રજિસ્ટ્રેશન તેમણે જ કરાવ્યું છે. UAEના રહેવાસીઓએ ખાસ નોંધણી કરાવી નથી. તેથી તમામ લોકોને 1 તારીખ પછી મુલાકાત લઈ શકાય તેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવા અપીલ છે.’જેમને મંદિરની મુલાકાત લેવી છે તેમણે સમર્પિત વેબસાઇટ અથવા ફેસ્ટિવલ ઓફ હાર્મની એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી છે. તેઓ વધુમાં જણાવે છે કે, રજિસ્ટ્રેશન કર્યું હશે તે લોકો જ મુલાકાત લઈ શકશે. મંદિર બધા માટે ખુલ્લુ છે. પરંતુ માત્ર ભીડ ન થાય તે માટે 1 માર્ચ પછી આવવા અમારી વિનંતી છે.