Navratri 2024: નવરાત્રિનો નવમો દિવસ, જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને મંત્ર
Navratri 2024: શારદીય નવરાત્રીની નવમી પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગામાં નવમું સ્વરૂપ માતા સિદ્ધિદાત્રી છે. નોરતાના છેલ્લાં દિવસે દેવી સિદ્ધિદાત્રીની આરાધના થાય છે.
નવરાત્રી નવમી વ્રત કથા
નવરાત્રી નવમીની પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને જ 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવું કહેવાય છે કે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બની ગયું અને તેમને મહાદેવ અર્ધનારીશ્વર કહેવામાં આવ્યા. મા દુર્ગાનું નવમું સ્વરૂપ અન્ય તમામ સ્વરૂપોની તુલનામાં સૌથી શક્તિશાળી કહેવાય છે. એવું કહેવાય છે કે મા દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી-દેવતાઓના વૈભવથી પ્રગટ થયું હતું. માતા સિદ્ધિદાત્રીએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને બધાને તેના અત્યાચારોમાંથી મુક્ત કર્યા હતા.
દેવી સિદ્ધિદાત્રીનું માહાત્મ્ય
પ્રારંભકાળે શિવજીએ સ્વયં આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી
મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી હતી
આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા
દેવીએ શિવજીનાં અર્ધા દેહમાંથી ‘સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું
શિવના ‘અર્ધનારીશ્વર’ સ્વરૂપમાં અડધો દેહ એ દેવીનો છે
સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે
મનુષ્યોના દરેક પ્રકારના દુખોને દૂર કરે છે દેવી સિદ્ધિદાત્રી
દેરક પ્રકારના સુખ પ્રદાન કરનાર છે મા સિદ્ધિદાત્રી
માની કૃપાથી મનુષ્ય સુખોનો ભોગ કરતા મોક્ષ પ્રાપ્ત કરે છે
દેવી સિદ્ધિદાત્રીનું સ્વરૂપ
માતા દુર્ગાની નવ શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે
માતા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓ વાળી છે
દેવી સિદ્ધિદાત્રીનું વાહન સિંહ છે
મા કમળ ફૂલ ઉપર બિરાજમાન છે
માના જમણી બાજુના ઉપરના હાથમાં ગદા છે
જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર છે
ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ છે
ડાબી બાજુના નીચેના હાથમાં શંખ છે
દેવી સિદ્ધિદાત્રી કેતૂનું સંચાલન કરે છે
બીજ મંત્ર
‘ह्रीं क्लीं ऐं सिद्धये नम:’